November 25, 2024

સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા, 80 કિમી ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, ‘કચ્છ , દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લામાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.’ ઉલ્લેખનીય છે કે, અરબ સાગરમાં આસના વાવાઝોડાને કારણે સ્થિતિ વિકટ હતી. પરંતુ વાવાઝોડું ફંટાઈ જતા તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સમુદ્રી બંદરો ઉપર LC 3નું સિગ્નલ આપવામાં આવ્યું છે. ત્યારે હાલના આંકડા પ્રમાણે સામાન્ય કરતા અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આજે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.