બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા રોહિત શર્માની જબરદસ્ત તૈયારી
Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામેની વનડે શ્રેણી બાદ આરામ કરી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ મહેનત કરતા જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. જેની તૈયારી રોહિત પહેલેથી કરી રહ્યો છે. જેનો વીડિયો વાયરલ થયો છે.
રોહિત શર્માની તૈયારી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પાર્કમાં ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રોહિત દોડતો જોવા મળી રહ્યો છે. રોહિત તેની ફિટનેસ પર કામ કરી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. હાલમાં રોહિત શર્મા ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો.
A Thread : Snaps of Captain Rohit Sharma from his gym sessions from the last few days..!!!❤️🔥@ImRo45 📸🐐👇🏻 pic.twitter.com/JrrqAfdV9A
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 31, 2024
આ પણ વાંચો: સૂર્યકુમાર IND vs BAN T20I શ્રેણી સુધી ફિટ નહીં હોય તો આ ખેલાડીઓને સોંપાશે જવાબદારી
ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
બાંગ્લાદેશની ટીમ આવતા મહિનાના ત્રીજા સપ્તાહમાં ભારત પહોંચશે અને ટેસ્ટ શ્રેણી 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈમાં રમાવાની છે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ટીમે 10 મેચ જીતી છે, 4 મેચ હારી છે અને 2 મેચ ડ્રો રહી છે.