November 25, 2024

આજે રાજ્યના 105 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ સોનગઢ તાલુકામાં વરસાદ

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સતત ભરેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત જોવા મળી હતી. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. આજે થયેલા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આજે રાજ્યમાં 105 તાલુકાઓમાં વરસાદ થયો છે.

સોનગઢમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી થયેલા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આજે રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો છે. જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજન, તાપીજિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ થયો છે. તો સાથે સાથે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પણ પોણા 8 ઇંચ વરસાદ થયો છે.

વલોદમાં સૌથી ઓછો 3 ઇંચ વરસાદ 
વધુમાં, ડાંગ જિલ્લાના વઘઇમાં સાડા 7 ઇંચ વરસાદ થયો છે. ઉંચ્છલ તાલુકામાં સાડા 6 ઈંચ, વાંસદામાં સાડા 6 ઈંચ વરસાદ નોંધાયો છે. વધુમાં, ડોલવણમાં સવા 6 ઈંચ, સુબીરમાં સવા 5 ઈંચ વરસાદ થયો છે તો ડાંગ-આહવામાં સવા 4 ઈંચ, વરસાદ અને વાલોદમાં સવા 3 ઈંચ નોંધાયો છે.