December 3, 2024

પીએમ આયુષ્માન કાર્ડની A to Z માહિતી જોઈ લો

Ayushman Bharat Yojana Scheme: કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લીધો હતો જેના કારણે દરેક વર્ગના 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફત સારવાર મળશે. આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.

ક્યારે થઈ જાહેરાત
આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ વીમો આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવશે. સરકારે જાહેરાત કરતાની સાથે વૃદ્ધો ગમે તે વર્ગના હોય, તેમને આ યોજનાનું કવર ચોક્કસપણે મળશે. યોજનાનો લાભ લેવા માટે વૃદ્ધોને કાર્ડ આપવામાં આવશે. જોકે પરિવારના અન્ય કોઈ સભ્ય આનો લાભ લઈ શકશે નહીં. આ યોજનાનો ફાયદો એ થશે કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને અન્ય કોઈ પર નિર્ભર રહેવું પડશે નહીં.

આ પણ વાંચો: ચોમાસામાં Food Poisoningથી બચવા આટલું ખાસ કરો, નહીંતર પેટની પથારી ફરશે

આ કાર્ડ કેવી રીતે બનશે?
કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ પછી તમારે તમારા નંબર નાંખીને લોગિન કરવાનું રહેશે. તમારે હવે જોવાનું રહેશે કે તમે આ યોજનાને પાત્ર છો કે નહીં. હવે મોબાઈલ નંબર દાખલ કરી દો અને સબમિટ બટન પર ક્લિક કરી દો. હવે તમારા ફોનમાં ઓટીપી આવશે તેને નાંખવાનો રહેશે. હવે તમને રાજ્યને નાંખવાનો વિકલ્પ મળશે. આ પછી તમારે શહેર નાંખવાનું રહેશે. આ જગ્યાએ ફરી તમારે નંબર નાંખવાનો રહેશે. અહિંયા તમને જે જરૂરી માહિતી માંગે તે ભરવાની રહેશે. માહિતી ભરીને હવે સબમિટ કરી દો. તમે pmjay.gov.in ની વેબસાઈટ પર જઈને પણ અરજી કરી શકો છો.

સ્કીમનો લાભ લઈ શકો છો
તમે ટોલ ફ્રી નંબર દ્વારા પણ આ સ્કીમનો લાભ લઈ શકો છો. આ માટે તમે આ ટોલ ફ્રી નંબર-14555 પર કોલ કરી શકો છો. અરજી કરવા માટે, તમે તમારા નજીકના CSC કેન્દ્ર પર જઈને કરી શકો છો. આ સમયે તમારે આધાર કાર્ડ, કાયમી સરનામાનો પુરાવો, રેશન કાર્ડ સાથે લઈ જવાના રહેશે.

આ કાર્ડ દ્વારા કયા રોગોની સારવાર કરી શકાય છે?
આ કાર્ડની મદદથી લોકો ઘણા ગંભીર રોગોની સારવાર મેળવી શકે છે. મોતિયા, કેન્સર, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે જેવા રોગની સારવાક મળી શકે છે.