AFG vs NZ અંતિમ દિવસે પણ મેચ કરાઈ રદ, નોંધાયો શરમજનક રેકોર્ડ
Afghanistan vs New Zealand: અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 સપ્ટેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવાની હતી, પરંતુ સતત વરસાદના કારણે મેદાન ભીનું જ રહ્યું તેના કારણે મેચ પ્રથમ દિવસે રદ કરવામાં આવી હતી. ક્રિકેટ ચાહકો આ મેચ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમના હાથે આખરે નિરાશા આવી હતી. પાંચમાં દિવસે આજના દિવસે અંતિમ દિવસના પણ મેચ રદ કરવી પડી હતી. આ મેચ રદ થવાના કારણે એક નવો રેકોર્ડ બની ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યું નથી આ વખતે 8મી વખત બન્યું છે જ્યારે કોઈ બોલ ફેંક્યા વિના ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હોય. આ પહેલા 26 વર્ષ પહેલા આવું બન્યું હતું અને હવે ફરી આવું જોવા મળ્યું છે. વર્ષ 1998 બાદ આ અનોખી ઘટના ફરી જોવા મળી હતી.
The highly anticipated #AFGvNZ Test match was called off without a ball being bowled due to persistent rains in Greater Noida.
While the inaugural #AFGvNZ Test didn’t proceed as expected, #AfghanAtalan look forward to engaging in more bilateral cricket with @BLACKCAPS in future. pic.twitter.com/zSVE5Hn2cF
— Afghanistan Cricket Board (@ACBofficials) September 13, 2024
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા, ફટકારી તોફાની સદી!
આ અનોખી ઘટના કયારે કયારે બની
- ઈંગ્લેન્ડ VS ઓસ્ટ્રેલિયા, ઓલ્ડ ટ્રેફોર્ડ (1890)
- ઈંગ્લેન્ડ VS ઓસ્ટ્રેલિયા, ઓલ્ડ ટ્રેફોર્ડ (1930)
- ઓસ્ટ્રેલિયા VS ઈંગ્લેન્ડ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (1970)
- ન્યુઝીલેન્ડ VS પાકિસ્તાન, કેરીસબ્રુક (1989)
- વેસ્ટ ઈન્ડિઝ VS ઈંગ્લેન્ડ, બોર્ડેક્સ (1990)
- પાકિસ્તાન VS ઝિમ્બાબ્વે, ઇકબાલ સ્ટેડિયમ (1998)
- ન્યુઝીલેન્ડ VS ભારત, કેરીસબ્રુક (1998)
- અફઘાનિસ્તાન VS ન્યુઝીલેન્ડ, ગ્રેટર નોઈડા (2024)
પહેલીવાર આવું બન્યું
મહત્વની વાત એ છે કે 91 વર્ષમાં 291 ટેસ્ટ મેચોમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય ધરતી પર એક પણ બોલ ફેંક્યા વિના ટેસ્ટ મેચ રદ કરી દેવામાં આવી હતી. વર્ષ 1998માં પાકિસ્તાનના ફૈસલાબાદ સ્થિત ઈકબાલ સ્ટેડિયમમાં આવું બન્યું હતું અને હવે ફરી વાર બન્યું છે. પાકિસ્તાનના ફૈસલાબાદ સ્થિત ઈકબાલ સ્ટેડિયમમાં જે મેચ રમાઈ હતી તેમાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમો એક પણ બોલ રમી શકી ન હતી.