November 25, 2024

13 વર્ષના બેટ્સમેને રચ્યો નવો ઈતિહાસ

Vaibhav Suryavanshi: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી U19 યુવા ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ બન્યો છે. ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી છે. પહેલા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાના 293 રનના જવાબમાં 14 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 103 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 81 રન બનાવ્યા હતા.

નવો રેકોર્ડ બનાવ્યો
ભારતીય ઇનિંગ્સની શરૂઆત બીજા દિવસે થતા વૈભવ સૂર્યવંશીએ સદી પૂરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે તે પ્રોફેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોના નામે હતો. તેણે 14 વર્ષ અને 241 દિવસની ઉંમરે સિલ્હટમાં શ્રીલંકા અંડર-19 સામે યુવા ODI ક્રિકેટમાં સદી ફટકારી હતી.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

પ્રોફેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર
13 વર્ષ 188 દિવસ – વૈભવ સૂર્યવંશી AUSU19, ચેન્નાઈ, 2024 (યુવા ટેસ્ટ)
14 વર્ષ 241 દિવસ – નઝમુલ હુસૈન શાંતો SLU19, સિલ્હેટ, 2013 (યુવા વનડે)
15 વર્ષ 48 દિવસ – બાબર આઝમ SLU19, દામ્બુલા, 2009 (યુવા ઓડીઆઈ)
15 વર્ષ 105 દિવસ – નાસિર જમશેદ SLU19, કરાચી, 2005 (યુવા ટેસ્ટ)
15 વર્ષ 167 દિવસ – મેહદી હસન મિરાજ SLU19, મીરપુર, 2013 (યુવા ટેસ્ટ)
16 વર્ષ 92 દિવસ – બાબર આઝમ WIU19, પામરસ્ટન નોર્થ, 2010 (યુવા ઓડીઆઈ)