Gambhirના બે જૂના મિત્રો ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ બન્યાં
Team India Support Staff: ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને બે નવા સહાયક કોચ પણ મળ્યા છે. આજના દિવસે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તે સમયે આ જાણકારી આપવામાં આવી હતી. સહાયક કોચ તરીકે શ્રીલંકા પ્રવાસ પર ગયેલા આ બંને ખેલાડીઓએ પહેલા ગંભીર સાથે કામ કર્યું છે. આ બંને ખેલાડી અભિષેક નાયર અને રેયાન ટેન ડોશચેટ છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં શ્રીલંકા જવાની છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ રમાશે.
કાર્યકાળ લંબાવવામાં આવશે
ગૌતમ ગંભીરે કોચ બન્યા બાદ આજે પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કોચિંગ સ્ટાફ વિશે માહિતી આપી હતી. અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ શ્રીલંકા પ્રવાસમાં સહાયક કોચની ભૂમિકા ભજવશે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સાઈરાજ બહુતુલે શ્રીલંકા પ્રવાસ પર વચગાળાના બોલિંગ કોચની ભૂમિકામાં હશે. ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે શ્રીલંકા જશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે અભિષેક નાયર અને રેયાન ટેન ડોશચેટ IPL 2024 દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કોચિંગ સ્ટાફના સભ્ય હતા. નાયર KKRના આસિસ્ટન્ટ કોચ હતા અને Doeschate ફિલ્ડિંગ કોચ રહ્યા હતા.
આ પણ વાંચો: Olympics 2024 પહેલાં ભારતીય દોડવીરની જાહેરાત, આ ટુર્નામેન્ટ બાદ લેશે નિવૃત્તિ
સંબંધો વિશે કહી આ વાત
ગંભીરે આજે ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે તેમણે કોહલી સાથેના સંબંધોને લઈને વાત કરી હતી. ગંભીરે કહ્યું, “ટીઆરપી માટે તે સારું છે પરંતુ મારા અને વિરાટ વચ્ચેના સંબંધો સારા છે. પરંતુ મને આ વાતને સાર્વજનિક કરવાનું પસંદ નથી.