અભિષેક શર્માની ધૂંઆધાર બેટિંગ, ચેન્નાઈની ટીમનો છૂટી ગયો પરસેવો
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના યુવા બેટ્સમેન અભિષેક શર્માની IPL 2024માંની અત્યાર સુધીની જોરદાર બેટિંગ જોવા મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની સામે જીત મેળવવામાં સૌથી વધારે ફાળો અભિષેક શર્માને જાય છે. તેણે માત્ર 12 બોલમાં 37 રનની ઈનિંગ રમીને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી હતી.
એકતરફી મેચ બનાવી નાંખી
IPL 2024 ની 18મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની જીત થઈ છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવીને આ સિઝનની બીજી મેચ જીતી છે. આ મેચમાં હૈદરાબાદને 166 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં અભિષેક શર્માએ માત્ર 12 બોલમાં 37 રનની ઈનિંગ રમીને મેચની જીત એકતરફી બનાવી દીધી હતી. આ ઇનિંગ્સ રમતાની સાથે તેણે એવો રેકોર્ડ તોડી નાંખ્યો કે જે પહેલા ક્રિસ ગેલ અને સુનીલ નારાયણના નામે હતો.
આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવ IPLમાં દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરશે?
પાંચમા સ્થાને પહોંચી ગયો
અભિષેક શર્માએ ઈનિંગની બીજી ઓવર નાખવા આવેલા મુકેશ ચૌધરી સામે 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી કુલ 26 રન બનાવ્યા હતા. આ કરતાની સાથે તે આઈપીએલના ઈતિહાસમાં એક મેચમાં ઈનિંગની બીજી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ પહેલા સુનીલ નારાયણ અને ક્રિસ ગેલના નામે હતો. અભિષેક 161 રન સાથે ઓરેન્જ કેપ રેસમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. IPLની બીજી ઓવરમાં મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો ક્રિસ ગેલ – 24 રન (મનપ્રીત ગોની, 2012), અભિષેક શર્મા – 26 રન (મુકેશ ચૌધરી, વર્ષ 2024), સુનીલ નારાયણ – 24 રન (વરુણ ચક્રવર્તી, વર્ષ 2019), ક્રિસ ગેલ – 24 રન (ભુવનેશ્વર કુમાર, 2015) છે.