November 24, 2024

પ્રમુખ સ્વામી મહારાજનો ‘સંકલ્પ’, PM મોદીના હસ્તે ‘સંકલ્પસિદ્ધિ’

abu dhabi akshardham temple 26 year before pramukh swami maharaj sankalp pm narendra modi inaugrate on 14th feb 2024

અબુ ધાબીમાં બનેલું BAPSનું હિંદુ મંદિર

અમદાવાદઃ વર્ષ 1997માં તે સમયના BAPSના વડા પ્રમુખ સ્વામી મહારાજને એક વિચાર આવે છે અને આ સપનું પૂરું થાય તે પહેલાં જ તેઓ નિર્વાણ પામે છે. ત્યારે તેમનું આ અધૂરું સ્વપ્ન ત્યારબાદ BAPSની ધૂરા સંભાળનારા મહંત સ્વામી આગળ ધપાવે છે. કુલ 26 વર્ષના લાંબા સમયગાળા બાદ પ્રમુખ સ્વામી મહારાજનું આ સપનું પૂરું થાય છે. ત્યારે 14મી ફેબ્રુઆરી, 2024ના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત BAPSના વડા મહંત સ્વામી મહારાજ આ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.

તો આવો આ 26 વર્ષના સમયગાળા પર એક નજર કરીએ…

અબુ ધાબી મંદિરની ટાઇમલાઇન

  • 5 એપ્રિલ, 1997 – તત્કાલિન BAPSના વડા પ્રમુખ સ્વામી મહારાજે અબુ ધાબીમાં મંદિર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું અને પ્રાર્થના કરતા કહ્યુ હતુ કે, ‘આ અબુ ધાબીનું મંદિર દેશ, સંસ્કૃતિ, સમાજ અને ધર્મોને એકસાથે લાવશે.’
  • 9 ઓગસ્ટ, 2015 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE સરકારનો અબુ ધાબીમાં હિંદુ મંદિર બાંધવા માટે જમીન આપી તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.
  • 10 ફેબ્રુઆરી, 2018 – અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહોમ્દ બિન ઝાયેદ અલ નાહ્યાને BAPSને હિંદુ મંદિર બનાવવા માટે પ્લોટ દાનમાં આપ્યો હતો.

  • 20 એપ્રિલ, 2019 – હાલના BAPSના વડા મહંત સ્વામી મહારાજે હિંદુ મંદિર બનાવવા માટેની પ્રથમ ઇંટ મૂકી ભૂમિપૂજન કર્યું
  • 6 નવેમ્બર, 2019 – BAPSના હિંદુ મંદિરે ‘મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર’ એવોર્ડ મેળવ્યો હતો. આ ઉપરાંત આ મંદિરને દુબઈ ઓપેરા, ખલિફા યુનિવર્સિટી અને દુબઈ ટ્રેડ સેન્ટર ડિસ્ટ્રિક્ટ દ્વારા સન્માનિત કર્યું છે.
  • 9 ઓગસ્ટ, 2021 – ભારતથી સો ટન જેટલાં કોતરાયેલા અને અડધા કોતરાયેલા પથ્થરોને અબુ ધાબીમાં મોકલ્યા હતા અને ઇશ્વરચંદ્રદાસ સ્વામીએ તેની પૂજા કરી હતી.
  • 1 ઓક્ટોબર, 2021 – એક્સપો 2020માં ઇન્ડિયન પેવિલિયનમાં BAPS હિંદુ મંદિરે એક્ઝિબિશન યોજ્યું હતું. તેમાં મંદિરની બનાવટ, પ્રમોશન અને હાર્મની (સંવાદિતા) એક સાંકળે કેવી રીતે બંધાશે તેનો ચિતાર રજૂ કર્યો હતો.
  • 9 નવેમ્બર 2021 – 1000 કરતાં વધુ હરિભક્તોએ એક અઠવાડિયાનો ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં મંદિર બનાવવા માટે વપરાયેલી ઇંટોની સ્પેશિયલ પૂજા કરી હતી.
default
  • 27 મે, 2022 – કોતરેલા પથ્થરો મંદિરમાં મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ‘મહાપીઠ પૂજન’ કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશન અને ગ્રાઉન્ડ ફ્લોર પૂર્ણ કરવામાં આવ્યો હતો.
  • 8 સપ્ટેમ્બર, 2022 – ઇશ્વરચંદ્રદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 500 હરિભક્તોએ પહેલા પથ્થરના પિલ્લરની પૂજા કરી હતી.
  • 20 ઓક્ટોબર, 2022 – ઇશ્વરચંદ્રદાસ સ્વામીએ સાતેય શિખરોનું પૂજન કર્યું
  • 29 નવેમ્બર, 2023 – 11 નવેમ્બર, 2022ના દિવસે મહંત સ્વામીએ અમૃત કળશ, ધ્વજા અને ધ્વજાદંડનું પૂજન કરી 29મી નવેમ્બરે સ્થાપિત કર્યા હતા.
  • 14 ફેબ્રુઆરી, 2024 – મહંત સ્વામી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અબુ ધાબી અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.