રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાત: રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગે કાળજાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 13થી 16 એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવના છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જો કે બે દિવસ પછી માવઠા થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી અનુસાર 11 એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન કરાયું છે. નોંધનીય છે કે, આગામી 13થી 16 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરાઇ છે. જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની સંભાવના વ્યકત કરાઇ છે. તમને જણાવી દઇએ કે કચ્છ, ગીર, સોમનાથમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
તો સુરત, નવસારી, વલસાડમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે. આ સિવાય આગામી 14 અને 15 એપ્રિલે 4 જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ છે. તો કચ્છ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં તેમજ દાહોદમાં 16 એપ્રિલએ માવઠાની આગાહી કરવામાં આવી છે.