બેંગલુરુ કાફેમાં IED ભરેલી બેગ છોડનાર આરોપીની ઓળખ થઈ
Bengaluru Rameshwaram Cafe Blast: બેંગલુરુના રામેશ્વરમ્ કાફેમાં શુક્રવારે (1 માર્ચે) બપોરે બોમ્બ બ્લાસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ થઇ ગઇ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે, સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઇ ગઇ છે. આરોપીની ઉંમર 28થી 30 વર્ષની વચ્ચે છે. તેણે કાફેની અંદર ઉપકરણોથી ભરેલી બેગ રાખી હતી. બેગ મૂક્યાના થોડા સમય બાદ બ્લાસ્ટ થયો હતો અને લગભગ દસ લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગલુરુ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત પણ કરી લીધી છે. અટકાયત કરેલ વ્યક્તિ બેંગલુરુનો રહેવાસી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્યુરોની વિશેષ ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
Hon. Governor of Karnataka Shri Thaawarchand Gehlot and Union Minister Shri Prahlad Joshi visited Vaidehi Hospital and Brookfield Multi-Specialty Hospital to inquire about the health of Bengaluru Rameswaram Cafe blast victims. pic.twitter.com/v5jNAGwd4S
— Shankar Gurjar (@iShankarGurjar) March 1, 2024
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે જ પુષ્ટિ કરી હતી કે બ્લાસ્ટ IED દ્વારા થયો હતો. આરોપી અગાઉ કેફેમાં ગયો હતો અને રવા ઇડલીની કૂપન લીધી હતી, પરંતુ તે ખાધા વગર જ કેફેમાંથી નકળી ગયો હતો. આ સમય દરમિયાન તેણે તેની બેગ કેફેમાં જ મુકી દીધી હતી.
HAL પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
રિપોર્ટ અનુસાર પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તે બેગ સિવાય કેફે પરિસરમાં ક્યાંય પણ IED મળ્યો નથી. ન્યુઝ એજન્સી પીટીઆઇના અહેવાલ મુજબ સીએમનું કહેવું છે કે આ આતંકવાદી ઘટના હતી કે નહીં તે સ્પષ્ટ નથી. આ મામલે તપાસ ચાલુ છે. બીજી બાજુ એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ સંદર્ભમાં ગેરકાનૂની પ્રવૃતિ (નિવારણ) અધિનિયમ (UAPA) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક એક્સપર્ટ્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.
Explosion at Bengaluru's Rameshwaram Cafe caught on CCTV camera
(Video source: Police) pic.twitter.com/lhMtK3rsOs
— ANI (@ANI) March 1, 2024
બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે
આ બોમ્બ બ્લાસ્ટનો એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેકન્ડના આ વીડિયોમાં વિસ્ફોટની ક્ષણ દેખાઈ રહી છે. વિસ્ફોટ બાદ લોકો ઘટનાસ્થળેથી ભાગતા જોવા મળી રહ્યા છે.
આ 9 ઘાયલ છે
કેફેમાં થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા નવ લોકોના નામ ફારુક (19 વર્ષ), હોટલ કર્મચારી, દીપાંશુ (23), સ્વર્ણંબા (49), મોહન (41), નાગશ્રી (35), મોમી (30), બલરામ ક્રિષ્નન (31), નવ્યા (25) અને શ્રીનિવાસ (67) છે.