November 22, 2024

કોહલી બાદ કેપ્ટન રોહિત શર્મા પણ બેંગલુરુ જવા રવાના

Rohit Sharma: રોહિત શર્મા બેંગલુરુ જવા રવાના થઈ ગયો છે. આ પહેલા વિરાટ રવાના થયો હતો. હવે રોહિત પણ જવા રવાના થયો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. પહેલી મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવશે.

આ ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ પ્રથમ મેચ 16 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે. આ મેચનું આયોજન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. બીજી મેચ 24 થી 28 ઓક્ટોબરના રમાવાની છે. આ મેચનું આયોજન પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 01 થી 05 નવેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. હાલ આ સિરીઝ માટે રોહિત પણ રવાના થઈ ગયો છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમ
માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, એજાઝ પટેલ, ટોમ લેથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટમાં), માઈકલ બ્રેસવેલ (ફક્ત પ્રથમ ટેસ્ટ), ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સીયર્સ, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ.