ભાજપના સાંસદ છત્રપાલ ગંગવાર શપથ લીધા બાદ એવું બોલ્યા કે સંસદમાં મચી ધમાલ
BJP MP Chhatrapal Gangwar: 18મી લોકસભા માટે સાંસદોનો શપથ ગ્રહણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના બરેલીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છત્રપાલ ગંગવારે શપથ બાદ જય હિન્દુ રાષ્ટ્ર કહ્યું. ત્યાર બાદ સંસદમાં હંગામો થયો હતો. વિપક્ષે કહ્યું કે બંધારણ પર શપથ લેતી વખતે આવી વાત ન કહી શકાય. આ બંધારણ વિરોધી છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ તેનો વિરોધ કર્યો હતો. આ પહેલા શપથ લીધા બાદ ગાઝિયાબાદના સાંસદ અતુલ ગર્ગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના વખાણ કર્યા હતા.
#WATCH | BJP MP Chhatrapal Singh Gangwar took oath as a member of the 18th Lok Sabha today and concluded his oath with the words, "Jai Hindu Rashtra, Jai Bharat."
The Opposition leaders raised objections to his oath. pic.twitter.com/Y190gd8xC0
— ANI (@ANI) June 25, 2024
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ બાદ કહ્યું જય પેલેસ્ટાઈન. આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો. બીજેપી નેતા જી કિશન રેડ્ડીએ કહ્યું કે ભારતમાં રહીને તે ભારત માતાની જય નથી બોલતા પરંતુ જય પેલેસ્ટાઈન બોલી રહ્યાં છીએ. આ લોકો બંધારણના નામે બંધારણ વિરોધી કામ કરી રહ્યા છે.
આ નેતાઓએ શપથ પણ લીધા હતા
આ સિવાય સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કન્નૌજથી નીચલા ગૃહના સભ્ય તરીકે ચૂંટાયા છે. શપથ લેતી વખતે તેમના હાથમાં બંધારણની નકલ હતી. અખિલેશ યાદવ ઉપરાંત તેમની પત્ની અને મૈનપુરીના સપા સાંસદ ડિમ્પલ યાદવે શપથ લીધા. તેમની સાથે મુઝફ્ફરનગરથી સપાના સાંસદ મહેન્દ્ર મલિક, કૈરાનાથી પાર્ટીના સાંસદ ઇકરા ચૌધરી, ફિરોઝાબાદથી પાર્ટીના લોકસભા સભ્ય અક્ષય યાદવ, બદાઉનથી સાંસદ આદિત્ય યાદવ અને અન્ય ઘણા સપા સાંસદોએ શપથ લીધા. ઉત્તર પ્રદેશના નગીનાથી ચૂંટાયેલા આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના નેતા ચંદ્રશેખરે પણ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.