September 19, 2024

ભારતે Ballistic Missile Agni-4નું સફળ પરીક્ષણ કર્યું

Agni 4 Ballistic Missile: ભારતે શુક્રવારે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ચાંદીપુર સ્થિત ટેસ્ટ રેન્જથી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4ને લોન્ચ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન, અગ્નિ-4એ તમામ નિર્ધારિત ધોરણો સફળતાપૂર્વક હાંસલ કર્યા. રક્ષા મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચે તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ પરિમાણોને સફળતાપૂર્વક માન્ય કર્યું. તેનું આયોજન સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.

રેન્જ 4000 KM થી વધુ છે
અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ભારતના પરમાણુ ડેટરેંસ પ્રોગ્રામનો એક ભાગ છે. ખાસ વાત એ છે કે અગ્નિ-4 મિસાઈલની રેન્જ 4000 કિમીથી વધુ છે. એટલે કે દુશ્મન દેશની હદ સુધી જઇ શકે છે. તેના સફળ પરીક્ષણને ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપથી 1,000 થી 2,000 કિમીની સ્ટ્રાઇક રેન્જ સાથે નવી પેઢીના પરમાણુ સક્ષમ અગ્નિ પ્રાઇમ બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.