અમદાવાદના બેન્કના મેનેજરની રૂપિયા 2.50 કરોડની ઉચાપતમાં ધરપકડ કરવામાં આવી
Ahmedabad Crime: અમદાવાદના બેન્કના મેનેજરની રૂપિયા 2.50 કરોડની ઉચાપતમાં ધરપકડ કરવામાં આવી છે. શેર બજારમાં દેવું થઈ જતા મેનેજરએ કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. શેર બજારમાં રોકાણના શોખએ મેનેજરને જેલના સળિયા પાછળ ધકેલયો. કોણ છે આ બેન્ક મેનેજર અને કેવી રીતે ઉચાપત. આવો જાણીએ.
સતાનો ગેરકાયદેસર રીતે દૂર ઉપયોગ
EOWની કસ્ટડીમાં જોવા મળતા આરોપી વિપુલ પટેલ છે. જેને બેંકમાં મેનેજરની સતાનો દૂરઉપયોગ કરીને રૂપિયા 2.50 કરોડની ઉચાપત કરીને કૌભાંડ આચર્યું છે. અમદાવાદમાં સ્ટેડિયમ રોડ પર આવેલી અમરનાથ કો ઓપરેટિવ બેન્કમાં સિનિયર એકજ્યુકીટીવ મેનેજર તરીકે આરોપી વિપુલ પટેલ ફરજ બજાવતો હતો. મેનેજરની સતાનો ગેરકાયદેસર રીતે દૂર ઉપયોગ કરીને બેંકમાં RTGS વખતે ઓવરડ્રાફ્ટના નાણાં પોતાના પર્સનલ બેન્ક એકાઉન્ટ અને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે.
નાણાંની ઉચાપત કરી
આરોપી છેલ્લા 6 માસ આરોપી પોતાના ખાતામાં રોકડ ટ્રાન્સફર કરાવીને બેંકના ધ્યાનમાં ના આવે માટે અન્ય કર્મચારીઓ પાસેથી એન્ટ્રી કરાવીને ટ્રાજેક્શન માટે એક્સીસ બેંકના પોર્ટલથી આવતો OTP મેળવીને RTGS એપૂર્વ કરીને બેન્ક હોલ્ડરના નાણાંની ઉચાપત કરી છે. બેંકના અધિકારીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા EOWએ આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: જાન્યુઆરી મહિનામાં HMPVના પાંચ કેસ આવ્યા સામે, હાલમાં 86 અર્બન હેલ્થ સેન્ટર છે કાર્યરત
5 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી
EOW ની તપાસમાં સામે આવ્યું કે 2013માં આરોપી વિપુલ પટેલ અમરનાથ કો ઓપરેટિવ બેંકમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. ત્યાર બાદ સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે પ્રમોશન મળ્યું હતું. આરોપીને શેર બજારમાં રોકાણ કરવાનો ખુબજ શોખ હતો. જેથી તેને શેરબજારમાં 15 લાખનું દેવું થઈ ગયું હતું. દેવું ચૂકવવા અને શેર બજારમાં રોકાણ કરવા માટે આરોપીએ બેન્કમાંથી ઉચાપત કરવાનું શરૂ કર્યું. 20 ફેબ્રુઆરીથી 5 જૂન સુધી બેંકમાં આવતા એક્સીસ બેંકના ઓવર ડ્રાફ્ટનું બરોબર પોતાના એકાઉન્ટ ટ્રાન્સફ કર્યા. ત્યાર બાદ 15 લાખનું દેવું ભર્યું અને 2.35 કરોડ રૂપિયા પ્રિદીક ફ્યુચર એપ્લિકેશન પર રોકાણ કર્યા હતા. EOW એ 2.50 કરોડની ઉચાપત કેસમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી.