અમદાવાદ-વડોદરામાં 27 જગ્યાએ ITના દરોડા, ખુરાના-માધવ બિલ્ડર ગ્રુપ પર કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂરી થતાં જ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય થઈ ગયું છે. અમદાવાદ અને વડોદરાના કેટલાક કન્સ્ટ્રક્શન ગ્રુપ પર દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શન અને ખુરાના ગ્રુપ પર દરોડા પાડી તપાસ કરવામાં આવી રહી છે. સુધીર ખુરાના અને વિક્રમ ખુરાનાના સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. કુલ 27 જગ્યા પર સરવેની કામગીરી હાથ ધરવામામાં આવી છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, હવે 5 દિવસ ગરમી ભૂક્કા બોલાવશે
અમદાવાદના બિલ્ડર સુધીર ખુરાના, વિક્રમ ખુરાના તેમજ આશિષ ખુરાનાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરામાં બિલ્ડર અશોક ખુરાના તેમજ તેમના ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી બિલ્ડર ગ્રુપની ઓફિસ અને ઘર પર સર્ચ કાર્યવાહી ચાલી રહી છે.