January 25, 2025

કોલ્ડપ્લેની તૈયારીને આખરી ઓપ, પોલીસ કમિશનરે આપ્યા ચુસ્ત બંદોબસ્તના આદેશ

અમદાવાદઃ આગામી 25 અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે મ્યુઝિક કોન્સર્ટ યોજાવવાનો છે. ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવવાનો છે.

કોન્સર્ટ પહેલાં પોલિસ કમિશનર સહિતના અધિકારીઓએ રિવ્યૂ કર્યું હતું. ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ પોલીસ કમિશનરે સૂચનાઓ આપી હતી. પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.

તમામ પ્રેક્ષકોનું કડક ચેકિંગ પણ કરવામાં આવશે. સુરક્ષામાં કોઈ ચૂક રહે નહીં તેના માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે. મહિલાઓ માટે વધુ સુરક્ષા રાખવામાં આવી છે. મહિલાઓ વધુ પ્રમાણમાં આવવાની હોવાથી વધુ ચેકિંગ કાઉન્ટર પણ ઊભા કરવામાં આવશે.

સમગ્ર ઇવેન્ટનું 400થી વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. 26 જાન્યુઆરી લઈને આઇબીએ એલર્ટ આપ્યું હોવાથી સ્ટેડિયમ પર બંદોબસ્ત વધારે રાખવામાં આવ્યો છે. કોન્સર્ટમાં રહેલી પોલીસે પેઇડ બંદોબસ્ત ગોઠવ્યું છે.