એલિસ બ્રિજ વિસ્તારમાં પત્નીને પ્રેમી સાથે મોજશોખ કરતા જોઈ જતાં પતિએ એસિડ એટેક કર્યો
મિહિર સોની, અમદાવાદ: શહેરના એલિસ બ્રિજ વિસ્તારમાં પત્નીને પ્રેમી સાથે મોજશોખ કરતા જોઈ જતાં પતિએ કર્યો એસિડ એટેક કર્યો છે. પત્ની અને પ્રેમી એસિડથી દાઝી જતા હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યાં છે. એલિસ બ્રિજ પોલીસે એસિડ એટેક કરનાર પતિની કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
એસિડ એટેક કરનાર આરોપીનું નામા જીવણ ડાભી છે. જેણે પોતાની પત્ની અને તેના પ્રેમી પર એસિડ એટેક કર્યો છે. ઘટનાની વાત કરીએ તો 3 જૂનનાં રોજ 45 વર્ષીય રેખા બેન ડાભી અને તેનો પ્રેમી બળદેવજી ઠાકોર ગુજરાત કોલેજ પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક પોતાના ઘરે સૂતા હતા. ત્યારે વહેલી સવારે આરોપી જીવણ ડાભી ઘરેથી એસિડ લઈને પોતાની પત્ની રેખા અને પ્રેમી બળદેવ સૂતા હતા ત્યારે એસિડ એટેક કર્યો હતો. આ એસિડ એટેકમાં બન્ને દાઝી ગયા હતા. એસિડ એટેક કરી ભાગતા રેખાંબેન પોતાના પતિ જીવણ ડાભીને જોઈ ગયા હતા. જેથી એલિસ બ્રિજ પોલીસે રેખા બેન ડાભી વિરુદ્ધ ફરિયાદ લઇને પતિ જીવણ ડાભી ધરપકડ કરી છે. પત્નીને પ્રેમી સાથે મોજશોખ કરતા જોઈને પતિએ ગુસ્સામાં એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: શહેરમાં ઘરફોડ ચોરીના બે માસ્ટર માઇન્ડને પોલીસે દબોચ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રેખાબેન ડાભી અને જીવણ ડાભીનાં 20 વર્ષ પહેલા સમાજ રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. તેઓ મેઘાણી નગર રહેતા હતા અને બે સંતાનો પણ છે. પણ પતિ-પત્ની વચ્ચે મન મેળ નહીં મળતાં 7 વર્ષ પહેલા જ રેખાબેન પતિનું ઘર છોડીને પોતાના પિયર જતા રહ્યા હતા. આ દરમિયાન ગુજરાત કોલેજ નજીક રહેતા બળદેવ ઠાકોર સાથે મિત્રતા થઈ અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. પતિને છૂટાછેડા આપ્યા વગર જ રેખા પોતાના પ્રેમી બળદેવ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા જતી રહી હતી અને ખુલ્લેઆમ બાઈક પર ફરવા અને મોજશોખ કરતા જોવા મળતા હતા. પત્ની રેખાની આ હરકતથી પતિ જીવણ ડાભી કંટાળી ગયો હતો અને અનેક વખત છૂટાછેડા આપવા માટે રજૂઆત કરી હતી. તેમજ પ્રેમી સાથે સબંધ તોડી પરત આવવા વાત કરી હતી, પરંતુ પત્ની રેખા વાત માનતી ન હતી અને ખુલ્લેઆમ પ્રેમી સાથે ફરતી હતી જેથી પતિ જીવણ એ બન્ને સબક શીખવાડવા એસિડ એટેકનું પ્લાન કરીને ઘરેથી બોટલમાં એસિડ ભરીને બન્ને ઘરે પહોચ્યો અને એસિડ એટેક કર્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલ ‘નમો વડ વન’ની લીધી મુલાકાત
એલીજ બ્રિજ પોલીસે એસિડ એટેક કેસમાં જીવણ ડાભીની ધરપકડ કરી છે. આ હુમલા પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવાની છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રેખાબેનના સંતાનો દ્વારા પણ પ્રેમી અને રેખાબેન પર હુમલો કરવાને લઈ ફરિયાદ દાખલ થઈ હતી જેથી પોલીસે પરિવારના નિવેદનો લઈને સમગ્ર કેસ વધુ પૂછપરછ હાથ ધરી છે.