અમદાવાદમાં વધુ એક પીધેલાએ રોડ બાનમાં લીધો, BMW ચાલક નશામાં હોવાની શક્યતા

જયેશ ચૌહાણ, અમદાવાદ: અમદાવાદમાં વધુ એક પીધેલાએ નશાની હાલતમાં આખા રોડને બાનમાં લીધો હતો. જોધપુર નજીક સ્ટાર બજાર BRTS રૂટમાં BMW ચાલકે અક્સ્માત સર્જ્યો હતો. કારચાલક ચિક્કાર નશામાં કાર BRTS રૂટમાં હંકારી ડીવાઈડરને ટક્કર માર્યાનો સ્થાનીકોએ દાવો કર્યો છે.

અક્સ્માત બાદ BMW કારનું ટાયર ફાટી ગયું હતું. જેકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોંતી. આક્સમાતને બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.