November 20, 2024

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડોક્ટર્સના ઘરે દરોડા, મળ્યા મહત્ત્વના દસ્તાવેજ સહિત ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે એક્સક્લૂઝિવ માહિતી સામે આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે ડોક્ટર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મહત્વના દસ્તાવેજો, દર્દીઓના CCTV કે જે ડિલીટ કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત પેન ડ્રાઇવ અને ઇલેક્ટ્રોનિક્ ગેજેટ્સ મળી આવ્યા છે.

પૈસાને લઈને થયેલા વહેવારોના ચોપડા પણ મળી આવ્યા છે. ડોક્ટર્સને કેટલા પૈસા ચૂકવવામાં આવતા હતા તેની સંપૂર્ણ માહિતી છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં પણ દર્દીનું મોત થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ગેરકાયદેસર કામ થતાં હોવાથી ડોક્ટર્સ હોસ્પિટલ્સ છોડી રહ્યા હતા.

પોલીસ પકડમાં રહેલા ડોક્ટર પ્રશાંતનો સેલેરી અટકાવી રાખવામાં આવ્યો હતો. ડોક્ટર પર દબાણ કરવામાં આવી રહ્યું હતું કે, આપ કહ્યા મુજબ કામ કરી દો તો તમારા રોકાયેલા પૈસા આપી દઈશું. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે ડોક્ટર પ્રશાંત કેમ મૂંગા મોઢે હોસ્પિટલની દાદાગીરી સહન કરી રહ્યો હતો.