November 23, 2024

મસાલા વિવાદ મામલે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ, માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન

અમદાવાદઃ ભારતે વિશ્વના મસાલાના વાટકા તરીકે જાણીતો દેશ છે. અનેક વર્ષોથી ભારત વિશ્વભરમાં મસાલાની નિકાસ કરતું આવ્યું છે, પરંતુ પાછલા દિવસોમાં ભારતના મસાલા અંગે અનેક સવાલો ઉભા થયા છે. જેમાં એથિલિન ઓક્સાઈડના પ્રમાણ મામલે અનેક સવાલ ઉઠ્યાં છે.

ભારત મસાલાની બાબતે વિશ્વનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. મસાલાના નિકાસની વાત કરીએ તો, વર્ષ 2023-24માં (ફેબ્રુઆરી 2024 સુધી) દેશે 3.67 અબજ US ડોલરના મસાલાની નિકાસ કરી છે. તેમાં ઉત્કૃષ્ટ ગુણવત્તા, સુગંધ, સ્વાદ અને ઔષધિય ગુણોના લીધે ભારતીય મસાલાનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉંચુ મૂલ્ય મળે છે. નિકાસકાર તરીકે ભારતના મહત્વના ભોજન ઘટકમાં એથેલિન અવશેષોના લીધે તાજેતરમાં નિકાસ પાછી લેવાના લીધે નુકસાન પહોંચ્યું છે. ઇથેલિન ઓક્સાઈડ અને મસાલા તથા મસાલાની પ્રોડક્ટસ પર તેના ઉપયોગને લગતા હવે અનેક અહેવાલો જોવા મળે છે.

શું છે ETO?

  • ETO એટલે એથિલિન ઓક્સાઈડ
  • ETO ગેસ સ્વરુપમાં હોય છે, જે ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ તરીકે વપરાય છે
  • કાચા મસાલામાં સાલ્મોનેલા અને ઈકોલી સહિતના પેથોજેન્સ હોય છે
  • સાલ્મોનેલા અને ઈકોલી ગંભીર બીમારીઓનું કારણ આવા હાનિકારક પદાર્થો હટાવવા ETOનો ઉપયોગ
  • બેક્ટેરિયલ લોડ, યીસ્ટ અને મોલ્ડ, કેલિફોર્મ્સને ઘટાડવા અત્યંત અસરકારક
  • એક અંદાજ મુજબ 40%થી 85% મસાલા ETOથી ટ્રીટ કરવામાં આવે છે

ETOના ફાયદા

  • છોડ અને એનિમલ પેસ્ટમાં ખુબ ઉપયોગી
  • મસાલાના દેખાવ અને સ્વાદ પર નોંધપાત્ર અસર નહીં
  • મનુષ્યો માટે હાનિકારક નહીં
  • અનેક વનસ્પતિમાં કુદરતી હાજરી જોવા મળે છે

ETOનો મુખ્ય હેતુ જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે અને તેને જ લઈને ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સના ચેરમેન અશ્વિન નાયકે દાવો કર્યો છે કે, ‘સિંગાપોર, હોગકોંગમાં જે બનાવ સામે આવ્યા તે માત્ર મોકલેલા માલમાં કેટલાકમાં જ આવ્યા છે. ETOએ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન માનવજીવનને થતું નથી. આ ભ્રમ ફેલાઈ રહ્યો છે. સરકાર તેમાં હસ્તક્ષેપ કરે અને ભ્રમ દૂર કરે. નાના દેશમાં ભ્રમ ફેલાવવાને કારણે અનેક દેશોએ શિપમેન્ટ અટકાવ્યા છે, તેમાં સરકાર હસ્તક્ષેપ કરે.’