ધોળા દિવસે બે શખ્સોનું અજાણ્યા વ્યક્તિ પર ફાયરિંગ, CCTVને આધારે તપાસ ચાલુ
અમદાવાદઃ શહેરમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. નરોડામાં ધોળા દિવસે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું હતું. ત્યારે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં નરોડા સુમતિનાથ સોસાયટી પાસે ધોળા દિવસે ફાયરિંગ ધટના બની હતી. જે ઘટનામાં એક યુવકને ઇજા પહોંચી હતી. આ ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે 10 વાગ્યે નવા નરોડામાં રહેતો હર્ષિલ ત્રાંભડિયા મોટાભાઈને ઓફિસ મૂકવા માટે ઘરેથી બાઈક પર નીકળ્યો હતો. ત્યારે નરોડા સુમતિનાથ સોસાયટી નજીક એક બાઈક પર બે અજાણ્યા શખ્સોએ આવીને હર્ષિલ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક રાઉન્ડ મિસ ફાયર થયું હતું અને એક રાઉન્ડ હર્ષિલના હાથ પર વાગતા જ ઇજા પહોંચી હતી. ત્યારબાદ હર્ષિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. નરોડા પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકનું સરવૈયું, જાણો કયા મતદારો નિર્ણાયક બને છે
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે. જો કે, ઇજાગ્રસ્ત હર્ષિલ ફૂડ ડિલિવરીનું કામ કરે છે અને પોતે છૂટક કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફાયરિંગ કરનારા બે શખ્સોની પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીની કોઈ ઓળખ થઈ નથી. ત્યારે આરોપી નંબર પ્લેટ વગરની બાઈક લઇને આવ્યા હતા. બાઈક પર ફાયરિંગ કરનાર વ્યક્તિએ ટી-શર્ટ પહેરી હતી.
આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત
ફાયરિંગ કરી આરોપી રિંગરોડ પર ભાગી ગયા હતા. હાલ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ અમદાવાદ બહાર આરોપી ભાગી ના જાય માટે રિંગરોડ પર નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચાલુ કરી છે.