March 30, 2025

અમદાવાદ પોલીસ કમિશનરે અસામાજિક પ્રવૃત્તિ કરતા 13ને પાસા તો 10ને તડીપાર કર્યા

અમદાવાદઃ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃતિઓ કરતા 13 વ્યક્તિઓને પાસા તથા 10 વ્યક્તિઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. આમ કુલ 23 વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે પોલીસ કમિશનરશ જી.એસ. મલિક દ્વારા અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં રાખવા માટે પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાં લેવામાં આવ્યો છે. તેનો અસરકારક અમલ કરાવી શહેરભરમાંથી આજ સુધી કુલ 233 જેટલા શરીર સંબંધી, મિલકત સંબંધી, પ્રોહિબિશનની પ્રવૃતિ કરતા ઇસમો તથા અન્ય ગુનાહિત ઇસમોને રાજયની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ 34 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ અમલમાં લાવવામાં આવી છે. આ કામગીરીના ભાગરુપે શહેરના ગોમતીપુર, બોડકદેવ, ખોખરા, વેજલપુર, બાપુનગર, જીઆઈડીસી, સરદારનગર, શહેરકોટડા, નારણપુરા, નિકોલ, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજિક પ્રવૃતિ કરતા કુલ 13 ઈસમો વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી કરી પોલીસ કમિશનર જી.એસ. મલિકે એકસાથે રાજ્યની વડોદરા જેલમાં મોકલી આપ્યાં છે. તેમજ 10 ઇસમોને તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરવા હુકમ કરેલ છે.પાસા હેઠળ ધકેલવામાં આવેલ ઈસમો તેમજ તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઈસમોની વિગતો નીચે મુજબ છે.