અમદાવાદમાં ફાયરિંગની ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ, 6 ફરાર
અમદાવાદઃ ગઈકાલે શહેરના શાહઆલમ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં જમીનની અદાવતમાં ફાયરિંગ બાદ મારામારીની ઘટના બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં જમીનની અદાવત રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
કોંગ્રેસના કાઉન્સિલરે તેમના નાના ભાઈ નકી આલમ સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે નકી આલમે તેના ભાઈ કાઉન્સિલર તસ્લીમ આલમ વિરુદ્ધ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ઇસનપુર પોલીસે આ મામલે ફરિયાદને આધારે બંને પક્ષે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તસ્વીર આલમની ફરિયાદ પ્રમાણે ચારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરાવમાં આવી છે. જ્યારે નકી આલમની ફરિયાદને આધારે સાતમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.