November 25, 2024

અમદાવાદમાં 10 દિવસની મેગા ડ્રાઇવ, રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો સીધી FIR થશે

મિહિર સોની, અમદાવાદઃ રોંગ સાઇડમાં વાહન ચલાવવાથી ઘણીવાર ઘાતક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને પોલીસની 10 દિવસની મેગા ડ્રાઇવ યોજાવવાની છે. જેમાં રોંગ સાઇડમાંથી આવતા વાહનચાલકો સામે સીધો ગુનો દાખલ કરવામાં આવશે અને જામીન લેવા માટે પોલીસ સ્ટેશન જવું પડશે.

અમદાવાદ પોલીસે પરિપત્ર જાહેર કરી આ અંગે માહિતી આપી છે. આ પરિપત્રમાં જણાવ્યુ છે કે, શહેરમાં બનતા અકસ્માતના બનાવો ઘટાડવા માટે તેમજ ટ્રાફિક નિયમોની સુગમ્ય અમલવારી માટે ડ્રાઇવ રાખવી જરૂરી છે. અમદાવાદ શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા ચાલકો સામે વધુમાં વધુ ગુના નોંધવા માટે જણાવવામાં આવ્યું છે. તારીખ 22 જૂનથી શરૂ થતી આ ડ્રાઇવ 9 દિવસ એટલે કે 30મી જૂનના દિવસે પૂર્ણ થશે.

આ ડ્રાઇવ અંતર્ગત રોંગ સાઇડ વાહનો ચલાવનારા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. કાર્યવાહીમાં આવા વાહનચાલકો સામે FIR કરવામાં આવશે. ત્યારબાદ જે વ્યક્તિ સામે ગુનો નોંધાયો હશે તેમને જામીન લેવા માટે પોલીસ સ્ટેશન જવું પડશે.