બ્રિટેન સંસદમાં રામ નામનો જયકારો…
બ્રિટેન: રામ નામ હવે દેશ નહીં પરંતુ વિદેશમાં પણ ગુંજી રહ્યું છે. બ્રિટિશ સંસદ શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠી હતી. રામ મંદિરની ઉજવણી માટે બ્રિટિશ સંસદમાં શંખ વગાડવામાં આવ્યો હતો. હાઉસ ઓફ કોમન્સની અંદર યુગપુરુષની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. બ્રિટનની સનાતન સંસ્થાએ બ્રિટિશ સંસદમાં રામ મંદિર માટે ઉજવણી શરૂ કરી અને સંસદની અંદર શંખ વગાડવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.
આ પણ વાચો: અયોધ્યા બાદ હવે અબુધાબીમાં બનશે મંદિર, મોદીએ કર્યું હતું એલાન
સમગ્ર વિશ્વમાં રાહ
તારીખ 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહની રાહ દેશ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળી રહી છે. ભક્તોનો જમાવડો અત્યારથી જ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે. ત્યારે વિદેશમાં વસતા હિન્દુઓ પણ આ સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન શુક્રવારે બ્રિટનની સંસદ પણ ‘જય શ્રી રામ’ના જયઘોષથી ગુંજી ઉઠી હતી. રામ મંદિરની ઉજવણી માટે સંસદમાં શંખ ફૂંકવામાં આવ્યા હતા. હિન્દુઓ માટે તો રુડો અવસર પોતાના આંગણે આવી રહ્યો હોય તેમ દરેક હિન્દુમાં એ ખુશીની ઝલક જોવા મળી રહી છે.
અયોધ્યામાં રાજનેતાઓનો જમાવડો
દરેક હિન્દુના રુદિયામાં રામ વસે છે. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશના ઘણા નેતાઓ ભાગ લેશે. આ સાથે ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના અભિષેકના અવસર પર ધાર્મિક વિધિ પણ કરશે. આ અવસરના આડે હવે ગણતરીની કલાકો બાકી રહી છે. ત્યારે વિદેશમાં રહેતા હિન્દુઓમાં ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
આ પણ વાચો: અયોધ્યાના પથ પુષ્પોથી મહેકશે, 50 હજાર પ્લાન્ટથી થશે ડેકોરેશન
અવધ નરેશ અમેરિકામાં દેખાશે
બહુ ઓછા સમયમાં અવધ નરેશના કપાટ ખુલવા જઈ રહ્યા છે. દેશમાં તો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ વિદેશના હિન્દુઓ પણ આ અવરસની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થશે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કરવામાં આવશે. વિદેશમાં વસતા હિન્દુઓને પણ હવે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જોવાનો લ્હાવો મળશે.