November 22, 2024

Alwarની આ વાનગીઓને ચોક્કસ ખાજો, પેટ ભરાશે મન નહીં!

Alwar famous Food: શું તમને પણ મસાલેદાર ખાવું ગમે છે? તો ચોક્કસ તમને રાજસ્થાની ફૂડ ગમશે. જ્યારે પણ તમે રાજસ્થાન ફરવા જાવ છો ત્યારે આજે અમે આજે કેટલીક વાનગીઓને શેર કરીશું તે તમે ટેસ્ટ કરી શકો છો. તમારી આ યાત્રા બની જશે જબદરસ્ત.

માવા કચોરી
તમે ડુંગળી અને દાળની કચોરી ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય માવા કચોરી ટ્રાય કરી છે ? તમે રાજસ્થાનના અલવર ફરવા ગયા છો તો તમને મિઠાય ખાવાનું મન થાય છે તો તમે માવાની કચોરી ખાઈ શકો છો. આ કચોરી મોઢામાં નાંખતાની સાથે ઓગળી જશે. તેનો સ્વાદ એટલો ટેસ્ટી હોય છે કે તેનાથી તમારું પેટ ભરાશે પરંતુ મન નહીં.

ગટ્ટેનું શાક
આ રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત અને પરંપરાગત વાનગી છે. જેને ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. આ લોટને શેપમાં આપીને તળવામાં આવે છે તે પછી તેમાં મસાલા એડ કરવામાં આવે છે.

આ પણ વાંચો: પવિત્ર ઘાટ એટલે આસ્થા અને અલૌકિકતાનો સંગમ, એકવાર જોશો તો સ્તબ્ધ થઈ જશો

મરચાના વડા
મરચાના વડા રાજસ્થાનના દરેક શહેરમાં તમને મળશે. લવર અથવા જયપુર અથવા બિકાનેર તમે જાવ છો તો તમે ચોક્કસ મરચાના વડા ટેસ્ટ કરશો. મરચાના વડાનું નામ સાભળતાની સાથે તમને થશે કે તેને ખાવામાં તકલીફ પડે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મરચાંનું બનેલું હોય પણ તે મસાલેદાર નથી હોતું. મસાલેદાર બટાકાના મસાલાથી ભરેલા આ વડા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે રાજસ્થાનમાં ફરવા જાવ છો તો તમે આ તમામ વાનગીઓને ટેસ્ટ કરી શકો છો.