March 10, 2025

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી વધુ એક ગુજરાતીને ભારે પડી, પ્રાંતિજના યુવકનું થયું મોત

સાબરકાંઠા: અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવી વધુ એક ગુજરાતીને ભારે પડી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું મોત થયું છે. યુવક ગેરકાયદેસર અમેરિકા જવા નીકળ્યો હતો અને નિકારાગુઆથી અમેરિકા પહોંચવા એજન્ટ મારફતે ગોઠવણ કરાઈ હતી. દોઢ માસના સફરમાં યુવકની તબિયત લથડતા નિકારાગુઆની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતી યુવકને ડાયાબિટીસની દવાઓ ન મળતા કોમામાં જતો રહ્યો હતો. એક મહિના આગાઉ યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. યુવક સાથે તેની પત્ની અને તેનો પુત્ર પણ હતા. યુવકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયા હોવાની માહિતી હાલ સામે આવી છે.