November 25, 2024

ઉમેદવારને જંગી મતોથી જીતાડવા માટે અમિત શાહે આપ્યો મંત્ર

Amit Shah in Morabadad: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો કે આ બંને પાર્ટી ફરી સત્તામાં પાછા ફરવાની કોઈ શક્યતા નથી, તેમ છતાં આ લોકો કહી રહ્યા છે કે તેઓ ટ્રિપલ તલાક અને કલમ 370 પરત લાવશે. આ દરમિયાન તેણે લોકો સાથે પોતે એક બિઝનેસમેન હોવાની વાત કરી અને તેમને આઈડિયા આપ્યો.

અમિત શાહ ભાજપના ઉમેદવાર સર્વેશ ઠાકુરના સમર્થનમાં રેલી કરવા મુરાદાબાદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને 11મા સ્થાનેથી બદલીને 5મા સ્થાન પર પહોંચાડી. તમે ત્રીજી વખત મોદી સરકાર બનાવો, મોદીની ગેરંટી છે, આ વખતે અમે ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. વધુમાં અમિત શાહે કહ્યું કે, સપા-કોંગ્રેસ કહે છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ કલમ 370 ફરીથી લાગુ કરશે. શું તેમને આ કરવાની છૂટ આપવી જોઈએ?

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી થશે, રાજ્યનો દરજ્જો પણ મળશે: PM મોદી

જ્યારે અમિત શાહે કહ્યું, હું વેપારી છું…
રેલીને સંબોધતા અમિત શાહે ભાજપના સમર્થકોને ફોન દ્વારા પાર્ટી માટે વોટ એકત્રિત કરવા જણાવ્યું હતું. તેમણે લોકોને કહ્યું, ‘અમે મુરાદાબાદના ઉમેદવાર સર્વેશ ઠાકુરને 2 લાખથી વધુ મતોથી જીતાડવાના છે. શું તેમે તેને જીતાડશો?’ તે જ સમયે, જ્યારે સમર્થકોએ શાહની અપીલનો ‘હા’ જવાબ આપ્યો, ત્યારે તેમણે કહ્યું, ‘બે લાખ મતોથી કોઈ જીતતું નથી. હું પણ એક બિઝનેસમેન છું…હું જાણું છું કે તે નથી જીતી શકતા… જો તમે પૂછો તો હું તમને આઈડિયા જણાવું? પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવાનો મંત્ર આપતા અમિત શાહે કહ્યું કે, ‘મારી મીટિંગ પૂરી થયા પછી, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 50 લોકોને ફોન કરવા જોઈએ. લોકોને ફોન પર પીએમ મોદીને વોટ આપવાનું કહેજો. તેમારા દરેક સંબંધીઓ અને મિત્રોને ફોન કરીને કહેવાનું છે કે તેમનો મત માત્ર ભાજપને જ જવા જોઇએ.’  મુરાદાબાદમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે મતદાન થવાનું છે. અહીંથી સપાએ એસટી હસનને ટિકિટ આપી છે.