November 24, 2024

સાવરકુંડલામાં સરપંચ પતિ-તાલુકા ભાજપના મહામંત્રી પર જુવલેણ હુમલો, પિતા-પુત્રની ધરપકડ

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે સરપંચ પતિ અને તાલુકા ભાજપના મહામંત્રી ઉપર પિતા પુત્રના જીવલેણ હુમલા બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે પિતા પુત્ર બંને આરોપી અને પકડી લીધા છે. બંને હુમલાખોર સામે ગુનો નોંધાયો છે.

સાવરકુંડલા તાલુકાના ખડોસલી ગામે પંચાયતનો પાણીનો સંપ બનાવવા ગામના ધોળીયા કુવા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં સરપંચ પતિ ચેતનભાઇ છગનભાઈ માલાણી જેસીબી સાથે જગ્યા સરખી કરાવતા હતા. ત્યારે ખડસલી ગામના જ વજાભાઈ જગાભાઈ અને દેવરાજભાઈ વજાભાઈ જોગરાણા બાઇક લઈ તે જગ્યા ઉપર આવ્યા હતા.

દેવરાજભાઈએ એવું કહ્યું કે, ‘આ જગ્યા અમારી છે. અહીંયા પાણીનો સંપ બનાવવાનો નથી. ત્યારે આ બાબતે ચેતનભાઇ અને બંને આરોપી સાથે વાતચીત ઉગ્ર બની થઈ ગઈ હતી અને બાપ-દીકરા બંને લાકડી-પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો. જેથી માથાના ભાગે હાથના ભાગે પગના ભાગે અને પીઠના ભાગે ગંભીર ઈજા થતાં ચેતનભાઈને પ્રથમ સાવરકુંડલા ત્યારબાદ અમરેલી અને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. આ બંને પિતા પુત્રને સાવરકુંડલા તાલુકા પોલીસે પકડી પાડી પૂછપરછ હાથ ધરી છે અને બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.’