ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, વલસાડમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
Earthquake: ઉત્તર ગુજરાત, કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપની તીવ્રતા 2.5 નોંધાઈ છે. તેમજ વલસાડથી 44 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર જોવા મળ્યું છે. જોકે, ભૂકંપના આંચકાથી હાલ કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.
આ પણ વાંચો: રાજકોટ નાગરિક બેન્ક ચૂંટણીની મત ગણતરી, 21મી નવેમ્બરે સત્તાવર પરિણામ જાહેર કરાશે
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ છે.