November 25, 2024

તૈયારીમાં આતંકીઓ…! 15 ઓગસ્ટને લઈને VVIPની સુરક્ષા અંગે તાબડતોડ યોજી બેઠક

નવી દિલ્હી: 15મી ઓગષ્ટ નિમિત્તે વીવીઆઈપીની સુરક્ષાને લઈને અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં NSG, SPG, IB, આર્મી અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં VVIPની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ સુરક્ષા એજન્સીઓના વડાઓએ સલાહ આપી હતી કે જો આતંકવાદીઓ હુમલો કરે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વીવીઆઈપીની સુરક્ષા કેવી રીતે કરવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
દેશની સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચર વિભાગ, સંબંધિત વિભાગો, સુરક્ષા એકમો અને વિવિધ દળોએ પીએમ મોદીની સુરક્ષા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. સુરક્ષાને લઈને 15 ઓગસ્ટે યોજાયેલી આ બેઠકમાં દેશની તમામ એજન્સીઓને ચેતવણી અને એલર્ટ કરવામાં આવી છે. પીએમ મોદી જ્યારે કારગિલ ગયા હતા ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેટલાક ફોન કોલ્સ ઈન્ટરસેપ્ટ કર્યા હતા. આ ફોન કોલ્સ સ્પુફિંગ દ્વારા કરવામાં આવી રહ્યા હતા અને પીએમના કારગિલ પ્રવાસના રૂટ અને પીએમ સુરક્ષા સંબંધિત માહિતી એકત્ર કરવા માટે સરહદ પારથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો: કેદારનાથમાં ફરી ત્રાહિમામ… વરસાદના કારણે રસ્તાઓ તૂટ્યા, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ચાલુ

ત્યારે પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ ગયું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનનું આ ષડયંત્ર સફળ ન થયું અને પીએમ મોદીનો કારગિલ પ્રવાસ સફળ રહ્યો. પીએમ સુરક્ષા સાથે જોડાયેલી આ મહત્વની બેઠકમાં કોલ સ્પૂફિંગને લઈને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોલ સ્પૂફિંગ દ્વારા પાકિસ્તાન અને દેશના દુશ્મનો ભારતની ગુપ્ત માહિતી વીઆઈપી મૂવમેન્ટ અંગત માહિતી મેળવી શકે છે.

ડ્રોન કરતાં પણ વધુ ખતરો
દેશની તમામ એજન્સીઓને PMને મળનારા લોકો પર નજર રાખવાની ચેતવણી આપવામાં આવી છે અને પ્રોટોકોલ પર કડક નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, લોકોને પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર તાજેતરમાં જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેવા જ પ્રકારના ખતરાથી સુરક્ષિત રાખવા માટે ખાસ તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને ડ્રોનનો ઉપયોગ કરીને મોટા આતંકી હુમલાનો ખતરો ગણાવ્યો છે.