આણંદની દીકરીએ PM મોદીને આપી અનોખી ભેટ, મોદીએ ખુશ થઈને વીડિયો પણ બનાવ્યો
આણંદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય ત્યાં તેમને ભિન્ન ભિન્ન પ્રકારની ભેટ-સોગાદ મળતી હોય છે. પરંતુ આણંદમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા આવેલા નરેન્દ્ર મોદીને એક યુવતીએ એવી ગિફ્ટ આપી કે, તેઓ ગિફ્ટ જોઈને ખુશ થઈ ગયા હતા. આ ભેટ આપનારી યુવતી સાથે તેમણે વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો.
આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ આણંદની સુપ્રસિદ્ધ અમૂલ ડેરીના ડિરેક્ટર જયંત મહેતાની દીકરી પરીશા મહેતા છે. તેમણે રૂબીસ ક્યુબથી તૈયાર કરેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર તેમને ભેટમાં આપ્યું હતું. 300 કલાકથી પણ વધુ સમયની મહેનતથી તૈયાર કરેલું આ ચિત્ર તેમણે નરેન્દ્ર મોદીને આપ્યું હતું.
તેઓ કહે છે કે, આ પ્રકારનું ચિત્ર સમગ્ર ભારત દેશમાં કોઈ તૈયાર કરતું નથી. કારણ કે, રૂબિસ ક્યૂબનાં ટુકડાંની ગોઠવણ કરી તેને કોમ્પ્યુટરમાં ખાસ પ્રકારના સોફ્ટવેરથી ડેવલોપ કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રકારનું ચિત્ર તૈયાર થતું હોય છે. તેમણે ભાઈ સાથે મળી આ ચિત્ર તૈયાર કર્યું હતું પણ જેને રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને બતાવ્યા બાદ ગઈકાલે આણંદ આવેલા દેશના વડાપ્રધાને આ દીકરીને મળવા માટેનો સમય આપ્યો હતો.