November 22, 2024

આણંદમાં દિવ્યાંગ પહોંચ્યા મતદાન મથકે, મતદાન કરવા કરી અપીલ

Anand: દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાતમાં દરેક દિગ્ગજોએ મતદાન કર્યું છે. તો લોકશાહીના પર્વમાં દિવ્યાંગ લોકોએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. વહેલી સવારે દિવ્યાંગ (પ્રજ્ઞાચક્ષુ)પણ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.

મળતી માહિતી અનુસાર સેવાલીયા ગામની પ્રાથમિક શાળામાં દિવ્યાંગ લોકોએ મતદાન કર્યું હતું. જેમા દિવ્યાંગ ડાન્સ માસ્ટર તુષાર વર્માએ મતદાન કર્યું હતું. જેઓ ગરીબ બાળકોને ફ્રીમાં ડાન્સ શીખવે છે. તેમણે લોકશાહી પર્વને દિવસે ઘરે બેસી ન રહે સામાન્ય મતદાર અને દરેક મતદારને મતદાનની અપીલ કરી હતી. સાથે જ તેમણે દિવ્યાંગ માટે ચૂંટણીપંચ દ્વારા કરેલ સુવિધાઓના પણ વખાણ કર્યા હતા.

મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે 100 ટકા મતદાન કરી સાચા નાગરિક બનો. ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી દેશભરમાં આજે લોકો મતદાન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના આણંદમાં દિવ્યાંગ લોકોએ પણ મતદાન કરી પોતાની ફરજ પૂરી કરી છે.