January 24, 2025

ખંભાતમાં ડ્રગ્સની ફેક્ટરી મામલે ગુજરાત ATSએ 6 આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ખંભાતમાં દવા બનાવતી ફેક્ટરી આડમાં ડ્રગ્સ બનવાનું રેકેટ ઝડપવા મામલે ગુજરાત ATSએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશનો ડ્રગ્સ માફિયા અજય જૈન ડ્રગ્સ રિસિવ કરવા આવવાનો હતો.

ફેક્ટરી ભાડે રાખનારા વ્યક્તિની ઓળખ વિજય મકવાણા તરીકે થઈ છે. આ મામલે ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ATS દ્વારા આણંદના ખંભાતમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખંભાતની સોખડા જીઆઇડીસી વિસ્તારમાં ATSના દરોડા પાડવામાં આવ્યા હતા. સોખડા ખાતે આવેલી ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ કંપનીમાં ATSએ દરોડા પાડ્યા હતા.

ગઈ કાલથી ATS દ્વારા કંપનીમાં સર્ચ કરવામાં આવ્યું હતું. 107 કિલો અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ફેક્ટરીનો મુખ્ય સૂત્રધાર અજય જૈન છે. આરોપી અજય જૈન મધ્યપ્રદેશનો ડ્રગ્સ માફિયા છે. અજય જૈન ડ્રગ્સ રિસિવ કરવાનો હતો. અલ્પ્રાઝોલમ નામની દવાનો બનાવવાનો અજય જૈન ઓર્ડર આપ્યો હતો. તેમાં આરોપી રણજીત ડાભી કેમિકલનું ટ્રેડિંગ કરતો હતો. અલ્પ્રાઝોલમ નામની દવા બનાવવા રણજીત ડાભીને ઓર્ડર આપ્યો હતો.

આરોપી વિજય મકવાણાએ ફેક્ટરી ભાડે લીધી હતી. વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા કેમિકલનાં નિષ્ણાત હતા. આરોપી અલ્પ્રાઝોલમ નામની દવાનો 10 કિલોનો જથ્થો MP લઈ જવાનો હતો. અલ્પ્રાઝોલમ નામની દવા 5 ગ્રામની 0.25 ગ્રામની એક ટેબ્લેટ બનાવવાની મંજૂરી હોય છે. આરોપીઓ લાયસન્સ વગર ડ્રગ્સ ટેબ્લેટ બનાવતા હતા. અજય જૈન વિરુદ્ધ અગાઉ NCBમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો હતો અને તેની ધરપકડ થઈ હતી.