December 4, 2024

ચહેરા પર મધ લગાવવાથી કરચલીઓ થશે દૂર, 2 વસ્તુઓ સાથે મિક્સ કરીને કરો ઉપયોગ

wrinkles skin care: ઉંમર વધતાની સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. જો તમે ચહેરાની સંભાળ રાખવા માટે મધનો ઉપયોગ કરો છો તો તમારા ચહેરાની કરચલીઓ ઓછી થઈ શકે છે.

કરચલીઓ દૂર કરવા માટે ચહેરા પર મધ લગાવો

એલોવેરા જેલને મધ સાથે મિક્સ કરો
ચહેરા પરની કરચલીઓ ઓછી કરવા માટે એલોવેરા જેલને મધમાં મિક્સ કરીને તમે લગાવી શકો છો. વિટામિન સી અને વિટામિન ઇ અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. આખી રાત ચહેરા પર રહેવા દો અને સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. તમારે અઠવાડિયામાં 2થી 3 વાર તેને લગાવવું જોઈએ.

મધમાં દૂધ મિક્સ કરો
ચહેરા પરથી તમે કરચલીઓ દૂર કરવા માંગતા હોવ તો તમારે મધ અને દૂધના મિશ્રણનો ઉપયોગ કરવો જોઈએ. . 1 ચમચી મધમાં 1 ચમચી કાચું દૂધ મિક્સ કરો અને ચહેરા પર લગાવી દો. આને તમારા ચહેરા પર મસાજ કરો. તમે તેને આખી રાત સુધી પણ લગાવી શકો છો અને 1-2 કલાક પછી ધોઈ શકો છો. આખી બાદ રાખ્યા બાદ તમે સવારે સામાન્ય પાણીથી ચહેરોને ધોઈ લો. આવું કરવાથી તમારા ચહેરામાં ગ્લો આવશે.

ત્વચાને ચમકદાર બનાવે
મધમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે. ત્વચાને ચમકદાર બનાવવા માટે ફાયદાકારક છે. જો કે કોઈ પણ વસ્તુ ચહેરા પર લગાવતા પહેલા ચોક્કસ તમારા ડોક્ટરની સલાહ લો.