January 5, 2025

મોડાસા-નડિયાદ હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ, કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

અરવલ્લીઃ જિલ્લા કલેક્ટરે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં મોડાસા-નડિયાદ હાઇવે પર ભારે વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવતો આદેશ કરવામાં આવ્યો છે.

મોડાસા-નડિયાદ હાઈવે પર ભારે વાહનોને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી 4 જાન્યુઆરીથી સ્ટેટ હાઈવે 59 પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

મોડાસાથી નડિયાદ તરફ જતા વાહનો માટે માલપુર બાજુનો રસ્તો ડાયવર્ડ કરવામાં આવ્યો છે. ભારે વાહનોના કારણે થતી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતોને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી એક મહિના સુધી આ જાહેરનામું અમલી રહેશે.