જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ કામ નહીં કરી શકે કેજરીવાલ, જાણો કોર્ટની શરતો
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ સાથે જોડાયેલા કેસમાં મુંખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇંયાની પીઠે કેજરીવાલને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન પર જામીન આપતા તેમના પર કેટલીક શરતો પણ લગાવી છે. આવો જાણીએ કોર્ટે શું કહ્યું છે.
સાર્વજનિક ટિપ્પણી નહીં કરે કેજરીવાલ- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, EDના કેસમાં અરવિંદ કેજરીવાલ પર લાગેલી શરતો આ મામલે પણ લાગુ રહેશે. કોર્ટે કહ્યું છે કે કેજરીવાલ આ કેસ પર સાર્વજનિક ટિપ્પણીઓ કરશે નહી અને ટ્રાયલ કોર્ટને સહયોગ આપશે. જામીનની શરતો ટ્રાયલ કોર્ટ નક્કી કરશે.
સીએમ કાર્યાલયમાં નો એન્ટ્રી
અરવિંદ કેજરીવાલ પર મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશ અને ફાઈલો પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. જોકે ફેંસલામાં ન્યાયમૂર્તિ ભુઇંયાએ આ શરતો વિરૂદ્ધ આપત્તિ વ્યક્ત કરી હતી પરંતુ અંતત: તેઓ શરતોથી સહેમત છે.
આ પણ વાંચો: 177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે, સુપ્રીમ કોર્ટે આપી રાહત
મનીષ સિસોદિયાએ બાબા સાહેબને નમન કર્યું
આપ નેતા મનીષ સિસોદિયાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું-‘ખોટા અને ષડયંત્ર વિરૂદ્ધની લડાઈમાં આજે ફરીથી સત્યની જીત થઈ છે. વધુ એક વખત નમન કરૂં છું બાબા સાહેબ આંબેડકરજીના વિચાર અને દુરદર્શિતાને, જેમણે 75 વર્ષ પહેલા જ સામાન્ય માણસને કોઈ ભાવી તાનાશાહ કરતા મજબૂત કરી દીધા હતા.’
આતિસીએ કહ્યું – સત્યમેવ જયતે
આપ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ કેજરીવાલના જામીન બાદ એક્સ પર પોસ્ટ કરી. તેમણે એક્સ પર લખ્યું,‘સત્યમેવ જયતે.. સત્ય પરેશા થઈ શકે છે, પરાજીત નહીં.’
શરદ પવારે શું કહ્યું?
ત્યાં જ કેજરીવાલને મળેલા જામીન પર શરદ પવારે કહ્યું કે, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આજે પણ દેશમાં લોકતંત્રની શાખાઓ મજબૂત છે. આટલા દિવસોની લડાઈ આજે સત્યના રસ્તે સફળ રહી છે. અધર્મના રસ્તે કોઈને ખતમ કરવાના પ્રયાસો તે દેશમાં સફળ નહીં થાય જ્યાં લોકતંત્ર બુલંદ હોય, આ વાત કેજરીવાલને મળેલા જામીનથી પાકી થાય છે.’