લ્યો બોલો! JCBથી આખું ATM ચોરી ગયા ચોર, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

ATM Theft News: ચોરીના તમે ઘણા બનાવ સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવીશું કે જેને વાંચીને પહેલીવારમાં તો તમને ભરોસો નહીં આવે.ઓડિશાના ઝારસુગુડામાંથી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બદમાશોએ જેસીબી મશીનનો ઉપયોગ કરીને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું આખું એટીએમ ઉખેડી નાખ્યું અને તેને લઈને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: ખેડૂતોના વિરોધ પર ભગવંત માનનું બુલડોઝર ચાલ્યું, 13 મહિના બાદ નેશનલ હાઈવે ખુલશે
એટીએમને ઉખેડીને લઈને ફરાર થઈ ગયા
ઓડિશાના ઝારસુગુડામાંથી ચોરીનો એક ભરોસો ના આવે તેવો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા બદમાશોએ જેસીબી મશીનનો ઉપયોગ કરીને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમને ઉખેડી નાખ્યું અને તેને લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. ચોરોએ જેસીબી મશીનની મદદ લીધી અને એટીએમ ઉખેડીને લઈને ગયા. બદમાશો આખા એટીએમ મશીન લઈને ભાગી ગયા હતા. પોલીસ હવે આ કેસમાં તપાસ કરી રહી હતી.