December 3, 2024

Australia: ભારતીય મૂળના વરુણ ઘોષે રચ્યો ઈતિહાસ, ભગવદ ગીતા પર શપથ લેનાર પ્રથમ સેનેટર બન્યા

મેલબોર્ન: ભારતીય મૂળના વરુણ ઘોષ પવિત્ર હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા પર પદની શપથ લેનાર પ્રથમ સેનેટર બન્યા છે. માહિતી અનુસાર ગયા મહિને ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી (ALP) સેનેટર પેટ્રિક ડોડસને સ્વાસ્થ્યના કારણોસર રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે બાદ બેરિસ્ટર ઘોષે સેનેટમાં પોતાનું સ્થાન લીધું છે.

વિદેશ મંત્રી પેની વોંગે સ્વાગત કર્યું
વરુણ ઘોષ લેબર પાર્ટીના પશ્ચિમ ઓસ્ટ્રેલિયાથી સેનેટર બન્યા બાદ શપથ બાદ વિદેશ મંત્રી પેની વોંગે ‘X’ પર કહ્યું કે “પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. સેનેટર ઘોષ પ્રથમ ઓસ્ટ્રેલિયન સેનેટર છે જેમણે ભગવદ ગીતા પર પદના શપથ લીધા,” વધુમાં વોંગે કહ્યું કે જ્યારે તેમે કોઇ કામની શરૂઆત કરો છો તો તમારે એ નક્કી કરવું પડશે કે તમે છેલ્લાં નથી. મને વિશ્વાસ છે કે સેનેટર સેનેટર ઘોષ પોતાના સમુદાયના લોકો માટે એક અવાજ સાહિત થશે. સેનેટમાં લેબર ટીમમાં તમારું હોવું ખૂબ જ આનંદની વાત છે.

17 વર્ષની ઉંમરે લેબર પાર્ટીમાં જોડાયા
એક ઓસ્ટ્રેલિયન અખબાર અનુસાર વરુણ ઘોષના માતા-પિતા 1990ના દાયકામાં ડોક્ટર તરીકે કામ કરવા ભારત આવ્યા હતા. ત્યાર બાદ ઘોષ માત્ર સત્તર વર્ષની ઉંમરે પર્થમાં લેબર પાર્ટીમાં જોડાયા હતા. 38 વર્ષીય ઘોષે યુડબ્લ્યુએ લો સ્કૂલમાંથી લો અને આર્ટ્સમાં ઓનર્સની ડિગ્રી મેળવી છે. જ્યાં તેમણે ગિલ્ડ કાઉન્સિલના પ્રમુખ અને સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. ઘોષે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લોની માસ્ટર ડિગ્રી પુરી કરી છે. તેમણે ઉદ્યોગ અને રોજગાર કાયદા ક્ષેત્રોમાં કામ કર્યું છે.