Gemini Live AI થયું લોન્ચ, માણસોની જેમ કરશે વાત
Gemini Live AI: ગૂગલે તાજેતરમાં તેની મેડ બાય ગૂગલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં કંપનીએ નવી Google Pixel 9 સિરીઝ લોન્ચ કરી છે. આ સાથે Gemini AI ના અપગ્રેડેડ વર્ઝનની સાથે Google એ Google Gemini Live પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ AI ટૂલની સૌથી ખાસ વાત એ છે કે તે માણસોની જેમ વાત કરી શકશે.
રોલઆઉટ કરી દેવામાં આવશે
ગૂગલે Pixel સ્માર્ટફોનમાં આ ટૂલનો એક્સેસ આપી દીધો છે. થોડા જ સમયમાં તેને અન્ય સ્માર્ટફોનમાં પણ રોલઆઉટ કરી દેવામાં આવશે. ગૂગલ જેમિની લાઈવ ટૂલમાં, તમે તમારી પસંદનો અવાજ સાંભળી શકો છો. આ AI ટૂલની ખાસિયત છે કે AI ટૂલ ઇનપુટ સપોર્ટ માટે ટેક્સ્ટ, ઇમેજ અને વૉઇસ સમજી શકે છે.
આ પણ વાંચો: જેમને મેડલ જોઈએ છે તે 15 રૂપિયામાં ખરીદી લો!
જીમેલ અને ગૂગલ મેસેજમાં મદદ મળશે
Google Gemini Live તમને ઘણી જગ્યાએ મદદ કરશે, જેમાં Gmail માં પણ તમને આ ટૂલ મદદ કરશે. આ AI ટૂલની મદદથી તમે યુટ્યુબ વીડિયો સાથે જોડાયેલી માહિતી પણ પ્રાપ્ત કરી શકશો. ગૂગલે કહ્યું કે ગૂગલ જેમિની લાઈવનો ઉપયોગ કરતી વખતે યુઝરનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે. ગૂગલ જેમિની લાઈવના એડવાન્સ ફીચર્સનો તમે ઉપયોગ કરવા માંગો છો તો તમારે પેઈડ સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે. જેની કિંમત 1,678 રૂપિયા રાખવામાં આવી છે.