અયોધ્યામાં મંદિર બન્યા બાદ પહેલી રામનવમી, સૂર્યકિરણોથી તિલક થશે
અયોધ્યાઃ છેલ્લા ઘણાં વર્ષો બાદ 2023માં રામ મંદિર બનાવાનું સ્વપ્ન પૂરું થયું છે. ત્યારે આજે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ પહેલી રામ નવમીનો અવસર આવી ગયો છે. ભગવાન રામની વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા જ સમયમાં સૂર્યકિરણોથી ભગવાન શ્રી રામની મૂર્તિને તિલક થશે.
રામ નવમીના અવસરને લઈને આજે સમગ્ર દિવસ મંદિરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગઈકાલથી જ અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભગવાન શ્રી રામના જન્મદિવસે તેમના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિર પરિસરમાં જોવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આપી શુભેચ્છા
मुझे पूर्ण विश्वास है कि मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम का जीवन और उनके आदर्श विकसित भारत के निर्माण के सशक्त आधार बनेंगे। उनका आशीर्वाद आत्मनिर्भर भारत के संकल्प को नई ऊर्जा प्रदान करेगा। प्रभु श्रीराम के चरणों में कोटि-कोटि नमन और वंदन!
— Narendra Modi (@narendramodi) April 17, 2024
તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું જીવન અને તેમના આદર્શ વિકસિત ભારતના નિર્માણ માટે સશક્ત આધાર બનશે. તેમના આશિર્વાદ આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી ઉર્જા પ્રદાન કરશે. પ્રભુ શ્રીરામના ચરણોમાં કોટિ-કોટિ નમન અને વંદન.
प्रभु श्रीराम भारतीय जनमानस के रोम-रोम में रचे-बसे हैं, अंतर्मन में समाहित हैं। भव्य राम मंदिर की प्रथम रामनवमी का यह अवसर उन असंख्य राम भक्तों और संत-महात्माओं को स्मरण और नमन करने का भी है, जिन्होंने अपना पूरा जीवन राम मंदिर के निर्माण के लिए समर्पित कर दिया।
— Narendra Modi (@narendramodi) April 17, 2024
અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યુ છે કે, પ્રભુ શ્રી રામ ભરતીય જનમાનસના રોમ-રોમમાં રહેલા છે, અંતર્મનમાં સમાયેલા છે. ભવ્ય રામ મંદિરની પ્રથમ રામનવમીનો આ ઉત્સવના એ અસંખ્ય રામભક્તો અને સંત-મહાત્માઓનું સ્મરણ અને તેમને નમન કરવાનો છે, જેમણે પોતાનું આખું જીવન રામ મંદિરના નિર્માણ માટે સમર્પિત કર્યું છે.