June 30, 2024

સટ્ટાબજારનાં મતે Banaskanthaમાં ખરાખરીનો જંગ, રેખાબેન ચૌધરીને ગેનીબેન આપશે ટક્કર

સટ્ટાબજાર મતે બનાસકાંઠામાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.

Banaskantha Lok Sabha 2024 Result: લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે હવે દરેક પક્ષમાં હાર જીતની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે હવે સટ્ટાબજારના મતે બનાસકાંઠામાં કોંગ્રેસનો ભાવ વધારે છે. બનાસકાંઠામાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ જોતા લાગી રહ્યું છે કે રેખાબેન ચૌધરીને ગેનીબેન ટક્કર આપી શકે છે.

મળતી માહિતી અનુસાર સટ્ટાબજારના મતે બનાસકાંઠામાં કોંગ્રેસનો ભાવ વધારે છે. ત્યારે બનાસકાંઠામાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ જોતા લાગી રહ્યું છે કે રેખાબેન ચૌધરીને ગેનીબેન ટક્કર આપી શકે છે.  જોકે, બનાસકાંઠામાં કોંગ્રેસનું મેનેજમેન્ટ સારું છે. કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર આપતા સામાજીક સમીકરણો બદલાયા છે. જ્યારે ભાજપના ઠાકોર નેતાઓ પણ ગેનીબેનને સમર્થન કરી રહ્યા છે. આ સિવાય જિજ્ઞેશ મેવાણીના મતો પણ ગેનીબેનના ખાતામાં જાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: નવસારીના પિતા-પુત્રએ સાઈકલિંગ દ્વારા હેલ્ધી સંદેશો આપ્યો

નોંધનીય છે કે, બનાસકાંઠામાં દલીત મતોની સંખ્યા બે લાખ છે. તમને જણાવી દઇએ કે બનાસકાંઠામાં એક લાખ મતો લઘુમતીના, દોઢ લાખ મતો આદિવાસીઓના , એક લાખ મતો ક્ષત્રિયોના, દોઢ લાખ મતો રબારી સમાજના છે. જોકે, બનાસકાંઠામાં ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી શકે છે.

વધુમાં ટિકિટ ના મળતા BJPના 8 જેટલા નેતા નિષ્ક્રીય છે. જેમા હરિભાઈ ચૌધરી, વસંત ભટોળ, પરબત પટેલના નામ સામે છે. ઉલ્લેખનીય છે કે કેશાજી ઠાકોરે પોતાના જ વિસ્તારમાં પ્રચાર કર્યો છે. તેમજ તેમના દીકરાઓએ ગેનીબેન ઠાકોર માટે કામ કર્યું છે. કોંગ્રેસે બનાસકાંઠા બેઠક માટે ચૂંટણી ભંડોળ વધું આપ્યું હોવાની પણ વાત છે. પરંતું દાંતા અને વાવ બેઠક પર સરસાઈ મળે તો જ BJPની જીત નક્કી થાય એવી પણ સંભાવના છે.

લોકસભા ચૂંટણી 2014 અને 2019ની માહિતી

વર્ષ BJP મળેલા મત કોંગ્રેસ મળેલા મત માર્જિન
2019 પરબત પટેલ 6,79,108 પાર્થી ભટોલ 3,10,812 3,68,296
2014 હરિ ચૌધરી 5,07,856 જોઇતા પટેલ 3,05,522 2,02,334