બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ
Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે હવે આ વચ્ચે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના વતન અબાસણા પહોંચ્યા છે. અબાસણ ગામ રાજનગર પ્રાથમિક શાળામાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. તેમજ લોકોને વધુમાં વધુ મતદાન થાય તેને લઈને ગેનીબેન ઠાકોરે મતદારોને અપીલ કરી છે.
નોંધનીય છે કે, બનાસકાંઠા વાવ વિધાનસભા પેટા ચુંટણીમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મતદાન કર્યા પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અસાણા ગામ ખાતે EVM મશીન ખોટકાતા સાંસદ ગેનીબેન ઠાકોરે પહોંચ્યા હતા. અસાણા ગામમાં મતદાનને લઈ સવારથી જ મતદારોની લાંબી લાઈનો દેખાઈ રહી છે.
આ પણ વાંચો: કમળ અને અપક્ષ પર ‘ગુલાબ’ પડશે ભારે, કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે – ગુલાબ સિંહ
ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ ,47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ,25,995 રબારી મતદાતાઓ,39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે…30 ટકા મતદારો ઠાકોર સમાજના છે જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના છે 12% દલિત સમાજના છે નવ ટકા બ્રાહ્મણ સમાજના છે અને 9 ટકા રબારી સમાજના છે.