October 27, 2024

શેખ હસીનાની પાર્ટીની વિદ્યાર્થી પાંખ આતંકવાદી સંગઠન જાહેર, સરકારે પત્રકારોને પણ ચેતવણી આપી

Bangladesh: બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર દેશમાં સતત ઘણા ફેરફારો કરી રહી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકારના વિશેષ સહાયક મહફૂઝ આલમે ગુરુવારે પત્રકારોને અવામી લીગની વિદ્યાર્થી પાંખ વિશે કોઈ સમાચાર પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું. પત્રકારોને ધમકી આપતા મહફૂઝે કહ્યું કે આ હવે પ્રતિબંધિત સંગઠન છે અને તમારે આતંકવાદી સંગઠનના પ્રચારમાં કોઈ ભૂમિકા ન ભજવવી જોઈએ.

પત્રકારોને ચેતવણી આપતાં મહફૂઝે એમ પણ કહ્યું કે વચગાળાની સરકાર મીડિયાની સ્વતંત્રતા પરના કોઈપણ હુમલાને સહન કરશે નહીં અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય વચગાળાની સરકાર અવામી લીગને ચૂંટણીમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. દેશના અન્ય રાજકીય પક્ષો યુનુસ સરકાર પાસે ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ કરાવવાની માંગ કરી રહ્યા છે. BNPના ઝૈનુલ આબેદીન ફારુકે કહ્યું, “હું મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને સતર્ક રહેવા વિનંતી કરું છું કારણ કે વચગાળાની સરકારને નબળી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”

અવામી લીગ સમર્થકો સામે કાર્યવાહી
આ પહેલા પણ મહફૂઝ આલમે કહ્યું હતું કે જે લોકોએ છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાગ લીધો હતો અને ગેરકાયદેસર રીતે સંસદમાં આવ્યા હતા. તેમણે લોકોને છેતર્યા છે અને વચગાળાની સરકાર તેમની રાજકીય ભાગીદારીમાં ચોક્કસપણે અવરોધો ઉભી કરશે. પ્રતિબંધોનું વર્ણન કરતાં મહફૂઝે કહ્યું કે તમે ટૂંક સમયમાં જોશો કે આ પ્રતિબંધો કેવી રીતે અસરકારક રહેશે. તેનું એક કાનૂની પાસું છે અને તેનું એક વહીવટી પાસું છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે ત્યારે આ બાબતો સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: ભારત એનિમેશન અને ગેમિંગમાં નવી ક્રાંતિ કરવાના માર્ગે છે- PM મોદી

શું અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?
જ્યારે વચગાળાની સરકારના મીડિયા વિભાગના વડા આલમને પૂછવામાં આવ્યું કે શું સરકાર અવામી લીગ પર ચૂંટણીમાં ભાગ ન લેવા માટે પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. આ અંગે તેમણે કહ્યું કે, વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. સરકાર એકતરફી કોઈ નિર્ણય લેશે નહીં.

તમને જણાવી દઈએ કે, મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ સાથેની વાતચીતમાં કેટલીક પાર્ટીઓએ લીગ અને તેના સહયોગીઓ પર પ્રતિબંધ મૂકવાની અથવા તેમને આગામી રાષ્ટ્રીય ચૂંટણીમાં ભાગ લેવા પર રોક લગાવવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.