November 22, 2024

Bank holidays August 2024: ઓગસ્ટ મહિનામાં બેંકોમાં મિની વેકેશન, આટલા દિવસ રહેશે બંધ

Bank Holidays in August: તહેવારોનો મહિનો આવી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં ઓગસ્ટ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. તહેવારોની રજાની સાથે સાપ્તાહિક રજાઓને એડ કરતા રજાઓની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે જે લોકોને બેંક સંબંધિત કાર્ય હોય તો પહેલા જ પુર્ણ કરી દેવું જોઈએ. આ મહિનામાં 14 દિવસ બેંક બંધ રહેશે તે અંગેની માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની વેબસાઈટ પર આપી છે.

ઓગસ્ટમાં બેંકો કઈ તારીખે બંધ રહેશે?

  • કેર પૂજા 3 ઓગસ્ટે છે. આ દિવસે અગરતલામાં બેંકો બંધ રહેશે.
  • 4 ઓગસ્ટે રવિવાર છે. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 7મી ઓગસ્ટે હરિયાળી તીજ છે. હરિયાણામાં આ દિવસે બેંકો બંધ રહેશે.
  • સિક્કિમમાં 8 ઓગસ્ટના રોજ ટેન્ડોંગ લ્હો રમ ફાટનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ગંગટોકમાં રજા રહેશે.
  • 10મી ઓગસ્ટ મહિનાનો બીજો શનિવાર છે. આ દિવસે દેશભરની બેંકોમાં પણ રજા રહેશે.
  • 11મી ઓગસ્ટે રવિવાર છે.
  • 13મી ઓગસ્ટે ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે.
  • 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે પણ દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 18મી ઓગસ્ટ રવિવાર છે.
  • રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટે છે. અમદાવાદ, જયપુર, કાનપુર અને લખનૌ સહિત ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે.
  • 20મી ઓગસ્ટે શ્રી નારાયણ ગુરુ જયંતિ છે. કોચી અને તિરુવનંતપુરમમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
  • 24 ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર છે. આ દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 25મી ઓગસ્ટ રવિવાર છે. આ દિવસે પણ દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 26 ઓગસ્ટે જન્માષ્ટમી છે. આ દિવસે પણ દેશભરમાં બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો: આ છે લાદીની દુનિયાના લેન્ડલોર્ડ, 3000થી વધુ ડીલર્સ નેટવર્કના માલિક

ગ્રાહકો ATM, UPI અને નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકે છે. આ તમામ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે.