November 25, 2024

બેંકોએ હવે લોન લેનારાને આપવી પડશે તમામ ચાર્જની માહિતી

અમદાવાદ: જો તમારી કોઈ લોન ચાલી રહી હોય અથવા તો જો તમે લોન લેવાનું પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. હવે બેંકો લોન પર લાગતા અલગ અલગ ચાર્જ અને ફીની માહિતી નહીં છુપાવી શકે. બેંકોએ ગ્રાહકને લોનની ફી અને ચાર્જ અંગે માહિતી આપવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકો અને NBFCને 1 ઓક્ટોમ્બરથી રિટેલ અને MSME લોન લેનાર તમામ ગ્રાહકોને વ્યાજ અને અન્ય ખર્ચની માહિતી આપવી પડશે. આ માટે RBIએ KFS એટલે કે ફેક્ટ સ્ટેટમેન્ટ રૂલ બનાવવામા આવ્યું છે.

શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?
RBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, લોન લેનારા માટે KFS પર નિર્ણયોને સુસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકોના જણાવ્યા અનુસાર, આરબીઆઈની અંતર્ગત આવતી નાણાકીય સંસ્થાઓ પ્રોડક્ટસને લઈને પારદર્શિતા વધારે અને સુચનાઓની ઉણપને ઓછી કરવામાં આવી છે. આથી લોન લેનાર ગ્રાહકો વિચારીને લોન લેશે. આ આદેશ RBIના નિયામકમાં આવતી બધી RI તરફથી આપવામાં આવેલી MSME ટર્મ લોનના મામલામાં લાગુ થશે.

આ પણ વાંચો: ગયામાં PM મોદીએ કર્યું સંબોધન, કહ્યું- કોંગ્રેસે તક ગુમાવી

શું છે KFS?
કેઓફએસને સરળ ભાષામાં લોન એગ્રીમેન્ટના મુખ્ય તથ્યોની એક ડિટેલ છે. તે ઋણ લેનારાઓને પ્રમાણિત ફોર્મેટમાં પ્રદાન કરવામાં આવે છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર નાણાકીય સંસ્થાઓ શક્ય તેટલી વહેલી તકે માર્ગદર્શિકા લાગુ કરવા માટે જરૂરી પગલાં લેશે. ઑક્ટોબર 1, 2024 ના રોજ અથવા તે પછી મંજૂર કરાયેલ તમામ રિટેલ અને MSME ટર્મ લોનના કિસ્સામાં માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. જેમાં વર્તમાન ગ્રાહકોને આપવામાં આવેલી નવી લોનનો પણ સમાવેશ થાય છે.

ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ
આ ઉપરાંત આવા ચાર્જ કે જેનો KFS માં ઉલ્લેખ નથી તે ક્રેડિટ કાર્ડ છે. કાર્ડના કાર્યકાળ દરમિયાન કોઈપણ તબક્કે ઉધાર લેનારની સ્પષ્ટ સંમતિ વિના આવા શુલ્ક વસૂલી શકાતી નથી.