November 25, 2024

DC vs MI: BCCIએ ઈશાન કિશનને આપી કડક સજા

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જેને કારણે તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કબૂલ કર્યો છે. જોકે મહત્વની વાત એ છે કે આઈપીએલના આયોજકોએ ઈશાન કિશનના ગુના અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.

દોષી ઠેરવવામાં આવ્યો
મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેને તેની મેચના ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉલ્લંઘનમાં ખેલાડીઓ દ્વારા ક્રિકેટના સાધનો, મેદાનના સાધનો અથવા કપડાંને નુકસાન પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે. આ સાથે બાઉન્ડ્રી લાઇન, જાહેરાત બોર્ડ, ડ્રેસિંગ રૂમના દરવાજા, કાચની બારીઓ અને અન્ય વસ્તુઓને નુકસાનનો સમાવેશ થાય છે. આ કારણથી આ દંડ ફટકારવામાં આવે છે.

આ પણ વાંચો: RCB પ્લેઓફની રેસમાં, સિઝનમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

ઈશાન કિશનનું ફ્લોપ પ્રદર્શન
આઈપીએલના આયોજકોએ કિશનનો ગુનો હજુ સુધી જાહેર થયું નથી. મુંબઈની ટીમના પ્રદર્શનની સાથે ઈશાન કિશનનું પણ પ્રદર્શન સારું રહ્યું ન હતું. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરીને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન તો મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવી શકી હતી. જેમાં દિલ્હીની ટીમની જીત થઈ હતી.