November 24, 2024

નવા સંશોધનમાં ખુલાસો, પૈડાની શોધ પહેલાં 700 કિમી દૂર લવાયો હતો 30 ટનનો પથ્થર

Stonehenge: ઈંગ્લેન્ડના વિલ્ટશાયરમાં સેલિસ્બરી મેદાન પર બનેલ એન્સ્ટોનહેંજ વિશ્વ પ્રસિદ્ધ સ્મારકોમાંનું એક છે. કેટલાક લોકો માને છે કે તે મૃતકોની યાદમાં બનાવવામાં આવ્યું છે અને કેટલાક માને છે કે તે સૂર્ય અને ચંદ્રની ગતિ અનુસાર બનાવવામાં આવ્યું છે. તે 5,000 થી 4,200 વર્ષ પહેલા સાર્સેન, ટ્રિલિથોન અને બ્લુસ્ટોન પત્થરોમાંથી અનેક તબક્કામાં બનાવવામાં આવ્યું હતું. અલ્ટાર સ્ટોન સ્ટોનહેંજના સૌથી રહસ્યમય ખડકોમાંનો એક છે અને સામાન્ય રીતે બ્લુસ્ટોન્સમાં તેની ગણતરી થાય છે. સ્ટોનહેંજની વચ્ચે સપાટ પડેલો છ-ટન, પાંચ-મીટર-લાંબો લંબચોરસ અલ્ટાર સ્ટોન એ ગ્રે-લીલો સેંડસ્ટોન છે, જે અન્ય બ્લુસ્ટોન્સ કરતાં ઘણો મોટો અને સંરચનામાં અલગ છે.

નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે અલ્ટરસ્ટોન પથ્થર 700 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ સ્કોટલેન્ડથી અહીં લાવવામાં આવ્યો હતો. વ્હીલની શોધ થઈ તે પહેલા આ પથ્થર અહીંયા સુધી કેવી રીતે લાવવામાં આવ્યો હશે? એ સમજવું મુશ્કેલ છે. સ્ટોનહેંજમાં ઘણા મોટા પથ્થરો દૂરથી આવ્યા હતા પરંતુ પૈડા વિના 30-ટનના પથ્થરને વહન કરવું એ સરળ કાર્ય ન હતું. અન્ય પથ્થરોનું વજન 1-3 ટન છે અને તે 2.5 મીટર સુધી ઊંચા છે.

વેલ્શ નહીં સ્કોટલેન્ડનો છે પથ્થર
વેદી પથ્થરની ઉંમરના નિશાન સૂચવે છે કે તે ઉત્તર-પૂર્વ સ્કોટલેન્ડના ઓર્કેડિયન બેસિનમાંથી આવ્યો હતો. આ વય નિર્ધારણના તારણો ખરેખર આશ્ચર્યજનક છે એક સદી જૂની માન્યતાને ઉથલાવી નાખે છે. લગભગ બે દાયકાના સંશોધન પછી તે વિશ્વાસપૂર્વક કહી શકાય કે આ ખડક સ્કોટિશ છે, વેલ્શ નથી અને ખાસ કરીને ઉત્તર-પૂર્વ સ્કોટલેન્ડના ઓલ્ડ રેડ સેન્ડસ્ટોનમાંથી આવે છે.

ઓર્કેડિયન બેસિનમાં ઉત્પત્તિ થઈ
ઓર્કેડિયન બેસિનમાં તેની ઉત્પત્તિ સાથે વેદીનો પથ્થરએ લાંબો પ્રવાસ ખેડ્યો છે. ઓછામાં ઓછું 700 કિલોમીટરનું અંતર એ કોઈપણ પથ્થરની સૌથી લાંબી મુસાફરી છે. વેદીનો પથ્થર સ્ટોનહેંજ સુધી કેવી રીતે પહોંચ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. જમીન દ્વારા પરિવહનમાં જંગલો એક અવરોધ હતા. દરિયાઈ માર્ગે મુસાફરી કરવી પણ એટલી જ મુશ્કેલ હશે. આવી સ્થિતિમાં આ પથ્થર અત્યાર સુધી કેવી રીતે આવ્યો અને શા માટે લાવવામાં આવ્યો તે શોધવું મુશ્કેલ છે.