November 22, 2024

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

bharuch jambusar sarod village South africa gujarati murder case

ભરૂચના આ યુવકની સાઉથ આફ્રિકામાં હત્યા કરવામાં આવી છે.

ભરૂચઃ વિદેશમાં ગુજરાતીઓની હત્યાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો છે. ભરૂચના જંબુસરના સારોદ ગામના યુવાનની હત્યા કરવામાં આવી છે. નીગ્રો લૂંટારાઓએ ગોળી મારીને યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

ગોળી મારીને હત્યા કરવામાં આવી
મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા સારોદ ગામના યુવાનની હત્યા કરવામાં આવી છે. નીગ્રો લૂંટારૂઓએ યુવાનને ગોળી મારીને તેની હત્યા કરી નાંખી છે. સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં નોકરી કરતો હતો. મૃતક યુવક નોકરીથી ઘરે પરત ફરતી વખતે લૂંટારાઓએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સાહિલ લૂંટારું સામે પ્રતિકાર કરતા તેની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પરશોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, ટિકિટ પાછી ખેંચવાની માગ

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
આ બનાવની જાણ થતાં જ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે પરિવારજનોમાં પણ દીકરાના મૃત્યુને લઈને દુખની લાગણી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક સાહિલભાઈ મુનશીના પરિવારમાં પત્ની સાથે સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.